રામપુરઃ ઉત્તર પ્રદેશના રામપુર બાઇપાસ પર શુક્રવારે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક કાર લાકડીથી ભરેલી ટ્રોલીમાં પાછળથી ઘુસી જતાં 15 મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. આ બધા લોકો પંજાબથી બિહાર જઇ રહ્યા હતા. બધા મજૂરો છે. સૂચના મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

હાલ આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઇ પણ મજૂરના મોતની પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ આ તમામ લોકોની સારવાર ચાલી રહી છે.
રામપુરના કોતવાલી મિલક પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે માર્ગ અકસ્માતમાં 15 મજૂર ઇજાગ્રસ્ત થયા હતા. પંજાબથી બોલેરોમાં સવાર થઇને આ 15 મજૂરો પોતાના ગામ બિહાર જઇ રહ્યા હતા, ત્યારે રસ્તામાં લાકડી ભરેલા ટ્રેક્ટર ટ્રોલીમાં બોલેરો પાછળ ઘુસી જતાં આ દુર્ઘટના સર્જાઇ હતી.