નાલંદામાં કાર્તિક પૂર્ણિમાના અવસરે સ્નાન કરવા ગયેલી ત્રણ યુવતીઓનું ડૂબવાના કારણે મોત થયું છે. ઘટનાની જાણ થતા પોલીસ અને NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઘટનાને કારણે ગામનું વાતાવરણ ગમગીન બન્યું છે.
જ્યારે બીજી તરફ સીતામઢીના સુપ્પી થાણા વિસ્તારમા ઢેંગ ઘાટ પર નદીમાં સ્નાન દરમિયાન 4 લોકોના ડૂબવાને કારણે મોત થયા છે. સ્થાનિક લોકોની મદદથી એકને બચાવી લેવાયા છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાકીના 2 લોકો લાપતા છે અને અન્યોની તપાસ ચાલુ છે. આમ બિહારમાં અલગ અલગ વિસ્તારમાં કાર્તિક પૂર્ણિમા દરમિયાન ડૂબવાથી 14 લોકોના મોત થયા છે.