ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં આજથી રાત્રિ કર્ફ્યૂ, આ નિયમોનું કરવું પડશે પાલન - Ban on Night gathering in Maharashtra

કોરોના વાયરસના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે તમામ પ્રકારની સભાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આદેશ શનિવાર મધરાતથી લાગૂ થઈ ગયો છે.

Maharashtra
Maharashtra
author img

By

Published : Mar 28, 2021, 1:44 PM IST

  • રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ
  • રાત્રિ કર્ફ્યૂ દરમિયાન પાંચથી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં
  • સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોવિડ 19ના વધતા કેસોને લઈને સમગ્ર રાજ્યમાં આજ રાતથી નાઇટ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો લોકો કોવિડ 19ના સુરક્ષા નિયમોનું પાલન નહીં કરતા તો કડક પગલાઓ લેવામાં આવી શકે છે. આ સિવાય મહારાષ્ટ્ર સરકારે રાજનીતિક અને ધાર્મિક સહિત બધા જ પ્રકારની સભાઓના આયોજન પર પ્રતિબંધની ઘોષણા કરી છે.

રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ

બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, રેસ્ટોરન્ટ, બગીચા, મોલ રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી બંધ રહેશે. આદેશમાં એ પણ કહ્યું છે કે, લોકોને રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી સમુદ્ર કિનારે જવાની અનુમતિ નહીં હોય. સિનેમા થિયેટર પણ શનિવાર રાતથી બંધ રહેશે. આ આદેશ શનિવારની મધ્યરાત્રિથી લાગૂ કરાશે. જો કે, સરકારે તેની નવી માર્ગદર્શિકામાં રાત્રે ખોરાકની ડિલીવરીમાં રાહત આપી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં 28 માર્ચથી નાઇટ કરફ્યૂ લાગૂ કરાશે

રાત્રિ કર્ફ્યૂ દરમિયાન પાંચથી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધીમાં પાંચથી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં. આ આદેશ 27 માર્ચની મધ્યરાત્રિથી લાગુ થયો છે. ઉલ્લંઘન કરવાથી વ્યક્તિ દીઠ રૂપિયા 1000નો દંડ આવશે.

સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ

રાજ્યમાં સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોના સંગઠન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઓડિટોરિયમ અથવા સિનેમા થિયેટર પણ શનિવાર રાતથી બંધ રહેશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોના સંકટ યથાવત : પૂણેમાં રાત્રિ કરફ્યૂ લાગુ

મુખ્યપ્રધાને રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યપ્રધાને વિભાગીય કમિશ્નરો, જિલ્લા કલેકટરો, પોલીસ અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીન સાથે રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ઠાકરેએ કહ્યું હતું કે, 'હું લોકડાઉન લાગુ કરવાની ઇચ્છા ધરાવતો નથી. પરંતુ, કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યાને જોતા, હોસ્પિટલોમાં ભીડ થવાની સંભાવના છે.

ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાના રેકોર્ડ 35,952 નવા કેસ

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યપ્રધાને અધિકારીઓને હોસ્પિટલોમાં પૂરતા બેડ અને દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાના રેકોર્ડ 35,952 નવા કેસ નોંધાયા છે. 4 દિવસમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.