મેષ : આજે આપના મનની એકાગ્રતા વધારવા માટે મેડિટેશન કરવાની સલાહ છે. વધુ પડતા વિચારો કરવાનું ટાળીને ઈશ્વર સ્મરણ કરવાથી બેચેની દૂર કરી શકશો. રોકાણકારોએ મૂડી રોકાણ કરતા પહેલા ધ્યાન રાખવું પડશે. ટૂંકાગાળાના લાભ જતા કરવા સલાહ આપવામાં આવે છે. મહત્વના દસ્તાવેજો પર સહી-સિક્કા કરતાં ધ્યાન રાખવું. બપોર પછી નવા કાર્યોનો પ્રારંભ કરી શકો છો. પરિવારનું વાતાવરણ સુધરશે. ધાર્મિક કાર્યો કે પ્રસંગો થાય. વધુ પડતા ખર્ચને અંકુશમાં રાખવો પડશે. મિત્રવર્તુળ સાથે સુરૂચિપૂર્ણ ભોજનનો આનંદ ઉઠાવશો.
વૃષભ : સામાજિક અને વહેવારના કાર્યોમાં આજે જવાનું થાય. વડીલો અને મિત્રોને મળવાનું થાય. નવા મિત્રો બનશે તેમની મૈત્રી આપને લાંબા ગાળે લાભજનક સાબિત થશે. સંતાનોની પ્રગતિથી હર્ષ થાય. દૂર વસતા સ્નેહીજનોનો સમાચાર જાણવા મળશે. પર્યટન કે મુસાફરીના યોગ છે. પરંતુ બપોર પછી આપની માનસિક અને શારીરિક સ્વસ્થતા ઘટશે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ વધશે. સ્વભાવમાં ઉત્સાહ ઘટી શકે છે. કોર્ટ કચેરીથી સંભાળવું. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેશો.
મિથુન : વેપારી વર્ગ માટે આજનો દિવસ સારો હોવાનું જણાઈ રહ્યું છે. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થવાની સાથે સાથે જ સફળતા અને ઉઘરાણીની રકમ પણ મળશે. પિતા તથા વડીલવર્ગથી ફાયદો થાય. કાર્યસફળતા અને ઉપરી અધિકારીઓની રહેમનજર નોકરીમાં લાભ અપાવશે. મિત્રોથી લાભ થાય. સામાજિક પ્રસંગમાં હાજરી આપવાનું થાય બપોર પછી કોઇ રમણીય સ્થળે પ્રવાસ પર્યટન પર જવાની યોજના ઘડશો. આકસ્મિક ધનલાભનો યોગ છે.
કર્ક : આજે તમારે માનસિક અને શારીરિક બંને પ્રકારે ઉત્સાહ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું પડશે અન્યથા તમારા કામકાજ પર તેની વિપરિત અસર પડી શકે છે. પેટ સંબંધિ તકલીફ હોય તેમણે ભોજનની અતિશયોક્તિ ટાળવી પડશે. આજે આપને કોઇપણ કામમાં નસીબનો સાથ પ્રમાણસર મળે. પરંતુ બપોર પછી આપના ચિત્તમાં પ્રસન્નતા અને શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ કરશો. પારિવારિક અને સાંસારિક જીવનમાં સુખસંતોષની લાગણી અનુભવશો. વેપારીવર્ગને ઉઘરાણીમાં નાણાં છુટ્ટા થાય. માન પ્રતિષ્ઠા અને ઉચ્ચ હોદ્દો મળશે.
સિંહ : આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનારો નીવડે. આચાર વિચાર પર સંયમ રાખવાની સલાહ છે. આજે આપના વિચારોમાં અને કાર્યશૈલીમાં જેટલી સકારાત્મકતા જાળવશો એટલા વધુ ફાયદામાં રહેશો. કામના ભારણ વચ્ચે તબિયતની કાળજી લેવાનું ભુલાઈ ના જાય તે ધ્યાન રાખવું. ઓચિંતો ધનલાભ થઈ શકે છે. હરીફો સાથે વાદવિવાદ ટાળવો. મનમાં સકારાત્મકતા લાવવા માટે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરી શકો છો.
કન્યા : કલાક્ષેત્રે કંઇક આગવું પ્રદાન કરવાની આપને આજે તક સાંપડશે. આના કારણે આપને જાહેરજીવનમાં યશકિર્તી અને માનસન્માન પણ મળશે. વ્યવસાય ક્ષેત્રે ભાગીદારો માટે સમય સારો છે. મનોરંજનની દુનિયામાં આજે આપનો સમય સારી રીતે પસાર થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં મળ. બપોર પછી તબિયત નરમગરમ રહે તેથી તે બાબતે સાંભળવું. આકસ્મિક લાભ થવાની શક્યતા છે. ઇશ્વર ભક્તિ અને આધ્યાત્મિક ચિંતન મનને શાંતિ આપશે.
તુલા : આજનો દિવસ આપના માટે શુભ ફળદાયી હોવાનું જણાઈ રહ્યું છે. કોઇપણ કાર્ય આપ દૃઢ નિશ્ચય અને આત્મવિશ્વાસથી કરી શકશો. મગજને શાંત રાખવું પડશે. ઘરમાં શાંતિ અને આનંદનો માહોલ રહેશે. બોલવામાં સાવચેતી રાખવી. આજે કલાકારો અને કોઇપણ કારીગરીમાં નિપુણતા ધરાવનારાઓને તેમની કલા અને આવડતનું પ્રદર્શન કરવાની તક સાંપડશે. મનોરંજનના માહોલમાં આજે આપ ખૂબ આનંદિત હશો. મિત્રો સંબંધિઓ સાથેના સમય ખુશાલીમાં પસાર થશે. જાહેર જીવનમાં ખ્યાતિ મળશે. પતિપત્ની વચ્ચેનું સામીપ્ય વધશે.
વૃશ્ચિક : આજના દિવસે આપના સ્વભાવમાં લાગણીશીલતા વિશેષ પ્રમાણમાં રહે તેથી માનસિક સમતુલા જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ આજે અભ્યાસ અને કારકિર્દીમાં સફળતા મેળવી શકે. આપની કલ્પના શક્તિથી સાહિત્યમાં નવું સર્જન કરી શકો. પ્રણયપ્રસંગો માટે અનુકૂળ સમય છે. સ્ત્રી મિત્રો પાછળ ખર્ચ થાય. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. નોકરીમાં કાર્યસફળતા મળે અને સહકાર્યકરોનો સાથ મળશે. હરીફોને પરાજય મળશે.
ધન : આજે પરિવારમાં શાંતિ જળવાઇ રહે તે માટે ખોટો વાદવિવાદ ટાળવાની સલાહ આપવામાં આવે છે. આજે સ્ત્રી પાત્રો સાથે સંભાળીને કામ લેવું. માતાના સ્વાસ્થ્ય પર તમારે વધુ ધ્યાન આપવું પડશે. ધન અને પ્રતિષ્ઠાની હાનિ થાય તેવા કોઈપણ કાર્યો કે સંજોગોથી દૂર રહેવું. જળાશયો અને પાણીજન્ય રોગોથી સંભાળવું. મધ્યાહન પછી આપના સ્વભાવમાં ભાવુકતા વધશે. આપની કલ્પનાશક્તિ અને સર્જનશક્તિ નીખરશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહે. પ્રિયપાત્રો વચ્ચેની ધનિષ્ઠતા વધશે.
મકર : વિચારોમાં દૃઢતા અને સ્થિરતા સાથે અગત્યના નિર્ણયો લેવા માટે આજનો દિવસ સારો છે. આપના જીવનસાથી સાથેનું સામીપ્ય વધારે ગાઢ બને. મિત્રો અને પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. નાનકડા પ્રવાસનું આયોજન, ભાઇભાંડુઓ સાથેની નિકટતા વધશે. બપોર પછી કેટલીક બાબતો આપની માનસિક વ્યાકુળતા વધારી શકે છે. ધનકિર્તીને લગતા કાર્યોમાં વધુ સાવચેત રહેવું. વાહન અથવા મિલકતના દસ્તાવેજો કરવામાં પણ સતર્ક રહેવું. માતા સાથે આજે તમારે વધુ આત્મીયતા રાખવી પડશે.
કુંભ : આજે આપને ક્રોધ અને બોલવા પર સંયમ રાખવા સલાહ આપવામાં આવે છે. નકારાત્મક વિચારોને મગજમાંથી ખંખેરી નાખવાની સલાહ આપવામાં આવે છે. ખાનપાન પર સંયમ રાખવો. મધ્યાહન બાદ આપ વિચારોમાં સ્થિરતા સાથે આજે આપ સારી રીતે કામ પાર પાડી શકો. રચનાત્મક અને કલાત્મક શક્તિઓમાં વધારો થશે. દાંપત્યજીવનમાં સુખ અને આનંદ રહે. નાની મુસાફરીમાં આયોજન થાય. જાહેર માન- સન્માન મળે.
મીન : આપનો આજનો દિવસ શુભફળ આપનારો નીવડશે. તન- મનની સ્વસ્થતા અને ઉત્સાહ જળવાઇ રહેશે. આજે નવા કામની શરૂઆત કરવા માટે સારો સમય છે. પરિવારના સભ્યો સાથે આનંદમાં સમય પસાર કરશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. પ્રવાસયાત્રાનો યોગ છે પરંતુ બપોર પછી જો જીભ પર કાબુ નહીં રખાય તો કોઇ સાથે ઝગડો તકરાર થવાની સંભાવના છે. નાણાંકીય લેવડદેવડ કરવામાં પણ ધ્યાન રાખવું. માનસિક તાણ ઓછી રહે.