- મેષ
સમગ્ર દિવસ દરમિયાન આપ વિચારોના વમળોમાં વધુ રહો અને થોડી શારીરિક સુસ્તિ પણ રહેવાથી કામકાજમાં મન ચોંટે નહીં. મહેનતના પ્રમાણમાં ઓછી સફળતા મળતી હોવાનું પણ મનમાં લાગી શકે છે જેથી દરેક બાબતને સકારાત્મક અભિગમથી જોવાની સલાહ છે. સંતાનો સંબંધિત પ્રશ્નો પર વધુ ધ્યાન આપવું પડશે. કામની ભાગદોડમાં વધારો થઈ શકે છે જેથી પરિવાર તરફ ઈચ્છિત પ્રમાણમાં ધ્યાન નહીં આપી શકો. આજના દિવસમાં શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી. પાચન તંત્રને લગતી ફરિયાદો હોય તેમને વિપરિત ભોજન ટાળવું. આપ અક્કડ વલણ છોડીને સૌમ્ય બનશો તો ફાયદામાં રહેશો.
- વૃષભ
આપ આજે દરેક કાર્ય દૃઢ આત્મવિશ્વાસ અને મનોબળથી પાર પાડશો અને તેમાં સફળતા પણ મળશે. પિતા તરફથી આપને કોઇ લાભ થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારો દેખાવ કરશે. સંતાનોના અભ્યાસ કે અન્ય બાબતો પાછળ ધનખર્ચ કે મૂડી રોકાણ થાય. કલાકારો તેમજ રમતવીરોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે અનુકૂળ સમય છે. સરકાર તરફથી લાભ થાય.
- મિથુન
નવી યોજનાઓ હાથ ધરવા માટે આજે અનુકૂળ દિવસ છે. વ્યવસાય કરનારાઓને સરકાર તરફથી લાભ મળવાના અને નોકરિયાતોને ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ મેળવવા માટેના યોગ છે. ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે. શરીર તેમજ મનનું સ્વાસ્થ્ય જળવાઇ રહેશે. ટૂંકા પ્રવાસનું આયોજન શક્ય બને. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મેળવશો. દિવસ દરમ્યાન ઝડપથી બનતી ઘટનાઓમાં વ્યસ્ત રહેશો.
- કર્ક
આજે આપ શારીરિક અને માનસિક રીતે થોડી અસ્વસ્થતા અનુભવશો. વૈચારિક ગડમથલ પણ વધુ રહેવાથી તમારે કોઈપણ બાબતમાં ચિત્ત ચોંટાડવામાં વધુ પ્રયાસ કરવા પડશે. કોઇ સાથે ગેરસમજ ટાળવા માટે કમ્યુનિકેશન અથવા વાતચીતમાં પૂર્ણ પાદર્શકતા રાખવી. પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રાખવા માટે પ્રયાસો વધારવા પડશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન ઓછુ રહેવાથી વધુ મહેનતની તૈયારી રાખવી. ધનખર્ચની શક્યતા પણ નકારી શકાય નહીં. અનૈતિક તેમજ કાયદા વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેશો તો ઘણી સમસ્યાઓથી આપોઆપ બચી શકશો.
- સિંહ
ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ નિર્ણય શક્તિના કારણે આજે આપ કોઇપણ કામ ત્વરિત નિર્ણય લઇ પાર પાડશો. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. પિતા તથા વડીલોનો સાથ સહકાર મળી રહેશે. મન આનંદિત રહેશે. એમ છતાં સ્વભાવમાં થોડી ઉગ્રતા અને અહમ આપની બાજી બગાડે નહીં તેનું ધ્યાન રાખવા સલાહ આપવામાં આવે છે. લગ્નજીવનમાં સંવાદિતા જળવાય. આરોગ્ય વિશે નજીવી ફરિયાદો રહે.
- કન્યા
શરીરની અસ્વસ્થતા સાથે માનસિક ચિંતાઓમાં વૃદ્ધિ થાય. આંખને લગતી ફરિયાદ ઉદભવે. પરિવારજનો સાથે મનદુ:ખ થાય. ઉગ્ર વાણી અને અહમના ટકરાવથી કોઇ સાથે ઝઘડો ન થાય તેની કાળજી રાખવી. આકસ્મિક ધન ખર્ચ થાય. નોકરિયાતોએ હાથ નીચેના માણસોથી સંભાળીને ચાલવાની સલાહ છે. કોર્ટ કચેરીનું કામકાજ આજે ટાળી દેવું હિતાવહ છે.
- તુલા
આજે વિવિધ ક્ષેત્રે લાભ મળવાથી આપ તન અને મનથી સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશો. મિત્રો સાથે મુલાકાત, રમણીય સ્થળે પ્રવાસ પર્યટનનું આયોજન આજે આપના દૈનિક કાર્યનો હિસ્સો બનશે. ગૃહસ્થજીવનમાં સુખ શાંતિ અનુભવશો. સ્ત્રી મિત્રોનો સંગાથ થાય. આવકમાં વૃદ્ધિ થાય. ઉત્તમ લગ્નસુખની પ્રાપ્તિ થાય. અપરિણિતોના લગ્નના સંયોગો સર્જાશે.
- વૃશ્ચિક
આપના દરેક કાર્યો વિના અવરોઘે પાર પડશે. ગૃહસ્થજીવનમાં આનંદ વ્યાપી રહે. માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. નોકરી વ્યવસાયમાં બઢતી મળે. ઉચ્ચ અધિકારીઓ અને વડીલો તરફથી લાભ મળે. ધન લાભ થાય. વેપારી વર્ગને ઉઘરાણીના નાણાં છૂટા થાય. સંતાનોની સંતોષજનક પ્રગતિથી મન ખુશ રહેશે. શરીર સ્વાસ્થ્ય જળવાશે. મિત્રો, સ્નેહીજનોથી લાભ થાય.
- ધન
આજે શરીરમાં થાક, કંટાળો અને બેચેની રહેવાથી આરોગ્ય સહેજ નરમગરમ રહે. પૌષ્ટિક ભોજન અને પૂરતો આરામ લેવાની સલાહ છે. અતિશય વિચારોમાં પડવાના બદલે તમારા મનને પ્રફુલ્લિતા મળે તેવા કાર્યોમાં રસ લેજો. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ મોકૂફ રાખવાની સલાહ છે. સંતાનોના અભ્યાસ બાબતે થોડી ગડમથલમાં રહેશો. ભાગ્યનો સાથ અપેક્ષા કરતા ઓછો મળે. નોકરી -ધંધાના સ્થળે ઉપરી અધિકારીઓ સાથે સંયમિત વર્તન રાખવું. હરીફોથી સચેત રહેવું અને આંધળા સાહસ ખેડવાનું છોડજો.
- મકર
ખાનપાન પર ધ્યાન નહીં અપાય તો આજે તબિયત બગડવાની શક્યતા વધી શકે છે. આજના દિવસમાં સારવાર, પ્રવાસ કે વ્યાવહારિક કાર્યો પાછળ ધનખર્ચ પણ નકારી શકાય નહીં. નકારાત્મક વિચારો અને ગુસ્સાને દૂર રાખવાથી ઘણી આફતોમાંથી ઉગરી જશો. ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે. નોકરી- ધંધાના ક્ષેત્રે બેચેની રહે. નવા સંબંધો બાંધતી વખતે સાવધાની રાખવી.
- કુંભ
આપનો આજનો દિવસ પ્રસન્નતાસભર હશે. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે, જેના કારણે કાર્ય સફળતા માટે સરળતા રહેશે. સ્વભાવમાં મોજીલાપણું આપને મનથી હળવા રાખશે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ કે પ્રણય રોમાન્સની શક્યતા છે. નાનકડો પ્રવાસ કે પર્યટન થાય. જાહેરજીવનમાં આપની પ્રતિષ્ઠા વધે. રૂચિપૂર્ણ ભોજન, વસ્ત્રો અને વાહનસુખ મળે. ભાગીદારીથી લાભ થવાના યોગ છે.
- મીન
મનની દૃઢતા અને આત્મવિશ્વાસ આપના કાર્યો સફળ બનાવશે. કુટુંબમાં સુખશાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. ગુસ્સાના કારણે આપના વાણી વર્તનમાં ઉગ્રના ન આવે તેનો ખ્યાલ રાખવો. નોકરીમાં આપનું વર્ચસ્વ રહે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળશે. બીમાર વ્યક્તિની તબિયતમાં સુધારો થશે. તન અને મનથી સ્વસ્થતા અનુભવશો.