ETV Bharat / bharat

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope of Leo Today news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શુક્રવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ
author img

By

Published : May 21, 2021, 6:11 AM IST

મેષ: આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડે. આજે આપનું સ્‍વાસ્‍થ્‍ય કદાચ નરમગરમ રહે. આપ તન અને મનથી થાક મહેસૂસ કરો. બની શકે તો પ્રવાસ યાત્રા આજે ટાળવો. જીદ્દી વલણ ટાળવું. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું. પેટને લગતાં દર્દ થવાની શક્યતા છે. સંતાનોના પ્રશ્ન અંગે ચિંતા રહે. આજે કોઇપણ કાર્યમાં સફળતા મળે. કામની વઘુ પડતી ભાગદોડમાં પરિવાર માટે ઓછો સમય ફાળવી શકશો. પરિણામે કુટુંબીજનો સાથે મનદુ:ખ ઊભું ન થાય તે જોવું.

વૃષભ: આપનો આજનો દિવસ મઘ્‍યમ રહેશે. આજે આપ કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને પૂરતા આત્‍મવિશ્વાસથી કરી શકશો. આજે પિતાથી સંપત્તિથી લાભ થવાનો યોગ છે. કુટુંબમાં પણ પિતાના પક્ષે વ્‍યવહાર થાય. કલાકારો અને રમતવીરો માટે ખૂબ સારો દિવસ છે. આજના દિવસે તેમની પ્રતિભા અને પરફોર્મેન્‍સ દેખાડવાનો મોકો મળશે. સંતાનો પાછળ ખર્ચ કે રોકાણ થાય.

મિથુન: આજનો દિવસ આપના માટે સારો અને લાભકારક નીવડશે. મિત્રો, ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના આપના સંબંધો સુમેળભર્યા રહે. આર્થિક બાબતો માટે આજે તમે વઘુ સજાગ રહો. રોકાણકારોએ સાવચેતીપૂર્વક તેમનું મૂડી રોકાણ કરવું. આજે આપના વિચાર સ્થિર ન રહેતાં તેમાં ઝડપી ફેરફારો થઇ શકે છે. આજે તન મનથી તાજગી સ્‍ફૂ‍ર્તિ અનુભવાય. નવા કાર્યોના શુભારંભ માટે સારો દિવસ છે. વિરોધીઓને મહાત કરી શકો. એકંદરે આજનો દિવસ ભાગ્‍યવૃદ્ધિ અને આનંદ ઉલ્‍લાસનો દિવસ છે.

કર્ક: આજે આપનો દિવસ મધ્‍યમ ફળ આપનાર નીવડશે. આજે આપને ચિત્તમાં થોડી બેચેની વર્તાશે માટે આધ્યાત્મિક કાર્યોમાં અથવા સેવા કાર્યોમાં મન પરોવવાની સલાહ છે. જે કોઇપણ કામ કરો તેમાં આપને ઈચ્છિત પરિણામ માટે વધુ પરિશ્રમ કરવો પડે અને એકાગ્રતા પણ વધારવી પડશે. શારીરિક આરોગ્‍ય જાળવી રાખવા માટે ખાવા-પીવા પર અંકુશ રાખવો. પરિવારના સભ્‍યો સાથે આપનું વર્તન અને વાણી બંનેમાં સ્પષ્ટતા રાખવાની સલાહ છે. વિદ્યાર્થીઓને ભણવામાં સફળતા મેળવવા માટે અભ્યાસના કલાકો વધારવા પડશે. કોઇપણ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે. ખર્ચ પર અંકુશ રાખવો.

સિંહ: આપનો આજનો દિવસ શુભ ફળ આપશે. આજે આપ આત્‍મવિશ્વાસથી ભરપૂર હશો અને દરેક કામ દૃઢ નિર્ણયશક્તિ સાથે કરી શકશો. સરકારી કાર્યોમાં અથવા સરકાર તરફથી લાભ થાય. પિતા કે વડીલોનો સાથ સહકાર મળી રહેશે. સામાજિક ક્ષેત્રે માન સન્‍માન મળે. વર્તનમાં ઉગ્રતા ન રાખવી. આજે ક્રોધાવેશનું પ્રમાણ વઘારે રહે. આરોગ્‍યમાં પેટને લગતી તકલીફો થાય. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું. સમગ્ર દિવસ આનંદમાં પસાર થાય.

કન્યા: આજે આપનો દિવસ શારીરિક અને માનસિક રીતે થોડી અસ્વસ્થતાનો સંકેત દર્શાવે છે. આજે કોઇની સાથે આપના અહમનો ટકરાવ ન થાય તે બાબતે ખાસ સંભાળવું. કોર્ટ કચેરીથી સાવધાન રહેવું. આકસ્મિક ધન ખર્ચ થાય. મિત્રો સાથે તમારું વર્તન સૌમ્ય રહેશે તો સંખ્યાબંધ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે તેઓ જ માર્ગ સુચવશે. ધા‍ર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. શાંત મગજથી કામ લેવું. સ્‍વભાવમાં ઉશ્‍કેરાટથી કામ બગડવાની શક્યતા છે. નોકરીયાતોએ હાથ નીચેના માણસો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવી નહીં.

તુલા: આપનો આજનો દિવસ ખૂબ જ ફળદાયક નીવડશે. આજે આપને જુદાજુદા ક્ષેત્રે લાભ થવાના યોગ છે. દોસ્‍તો સાથે મિલન મુલાકાત અને એકાદ મનોહર સ્‍થળે પર્યટન થવાની શક્યતા છે. ગૃહસ્‍થજીવનમાં પુત્ર અને પત્‍નીથી સુખની પ્રાપ્તિ થશે. ધનપ્રાપ્તિના યોગ છે. આજે આપની આવકમાં વૃદ્ધિ થવાના યોગ છે. વેપારીવર્ગને વેપારમાં સારો લાભ મળે. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય.

વૃશ્ચિક: આજનો દિવસ શુભફળદાયક હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપના ગૃહસ્‍થ જીવનમાં આનંદ ઉલ્‍લાસ વ્‍યાપ્‍ત રહે. આપના દરેક કાર્યો વિના અવરોઘે પાર પડે. માન સન્‍માનના હકદાર બનો. નોકરીમાં વ્‍યવસાયમાં પદોન્‍નતિ થાય. ઉચ્‍ચ અધિકારીઓ તેમજ વડીલોની કૃપાદૃષ્ટિ રહે. આરોગ્‍ય સારું રહે. ધનલાભના યોગ છે. વેપારીઓને વેપાર અર્થે બહારગામ જવાનું બને. ઉઘરાણી થકી આવક વધે. મિત્રો સંબંધીઓથી ફાયદો થાય. સંતાનોની સંતોષકારક પ્રગતિ થાય.

ધન: આજે આપને પ્રવાસ યાત્રા મોકૂફ રાખવાની સલાહ છે. આજે શરીરમાં થાક, આળસ અને કંટાળાની લાગણી લાગતી હોય તો કામકાજમાં વિરામ લઈને પરિવાર અથવા પ્રિયજનો સાથે થોડો સમય વિતાવવાનું આપના માટે બહેતર રહેશે. તેનાથી શારીરિક આરામ મળશે અને સંબંધોમાં પણ ઘનિષ્ટતા આવવાથી તમે મનથી હળવા થશો. સ્‍વાસ્‍થ્‍ય થોડું નરમગરમ રહે. આજે ભાગ્‍યના ભરોસે વધુ પડતા બેસી રહેવું નહીં. નોકરિયાતોને ઉપરી અધિકારીઓ સાથે વાતચીતમાં સંયમ રાખવાની સલાહ છે.

મકર: નોકરી વ્‍યવસાય અંગે આજે પરિસ્થિતિ અનુકૂળ બની રહેશે. ઓફિસમાં વહીવટી કાર્ય આપ કુનેહતાપૂર્વક કરી શકો. વ્‍યવહારિક કે સામાજીક કાર્ય અંગે અચાનક બહારગામ જવાના સંજોગો ઊભા થાય. ખાવા- પીવામાં, હરવા- ફરવામાં ધ્યાન રાખવું. આકસ્મિક ધનખર્ચ થાય. ભાગીદારો સાથે આંતરિક મતભેદો ટાળીને એકબીજના સહકારમાં કામ કરવાની સલાહ છે. ઢીંચણમાં પીડા થાય. ગુસ્‍સાથી દૂર રહેવું. નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું. નવા કામની શરૂઆત આજે ન કરવી.

કુંભ: આપની આજ આનંદ ઉત્સાહથી ભરપૂર રહેશે. આપના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, અને કામમાં સફળતા મેળવી શકશો. મનમાં ઉત્સાહ અને ઉમંગ હોવાથી મન હળવું રહેશે. વિજાતીય પાત્રોને મળી શકશો અને રોમાન્સની પળો માણી શકશો. ટૂંકા પ્રવાસ કે પર્યટનનું આયોજન થાય. સમાજમાં આદર સન્માન મેળવશો.સ્વાદિષ્ટ ભોજન, સુંદર વસ્ત્રાલંકારો અને વાહન સુખ માણી શકશો. ભાગીદારીથી ફાયદો થઇ શકશે.

મીન: દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસને કારણે આપને કામમાં સફળતા મળશે. પરિવારમાં સુખશાંતિ જળવાઇ રહેશે. આપનો ગુસ્સો આપની વાણી અને વર્તનમાં પ્રતિબિંબિત ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. નોકરીમાં આપનો હાથ ઉપર રહેશે. વિરોધી પર વિજય મેળવી શકશો. અસ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો જોઈ શકાશે. આપ શારીરિક માનસિક સ્વસ્થતા જાળવી શકશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.