ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Your Daily Horoscope

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : May 2, 2021, 6:54 AM IST

મેષ: આપે જોખમકારક વિચાર વર્તન અથવા તો આયોજનથી દૂર રહેવું પડશે. શરીરમાં થાક, આળસ, કંટાળાની લાગણી રહે. સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે. કાર્ય સફળતા ઓછી મળે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો. મધ્‍યાહન બાદ આપની પરિસ્થિતિમાં બદલાવ આવે. આર્થિક યોજનાઓ સારી રીતે હાથ ધરી શકે. વેપાર અર્થે પ્રવાસ થાય. અન્‍ય લોકોને મદદરૂપ થવાનો પ્રયત્‍ન કરશો.

વૃષભ: આપને સરકાર-વિરોધી કાર્ય કે પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે. નવા કામની શરૂઆત ન કરવી. આપની તંદુરસ્‍તી સાચવવાની સલાહ છે. મનમાં બેચેની ટાળવા માટે આધ્યાત્મનો સહારો લઈ શકો છો વાણી અને વર્તનમાં જેટલો સંયમ હશે એટલી સંબંધોમાં નીકટતા વધારી શકશો. વ્‍યવસાયમાં સ્પર્ધાનો સામનો કરવા તૈયાર રહેવું. આજે ભાગ્‍યના ભરોસે વધુ પડતા બેસી રહેવું નહીં. નોકરીમાં ઉપરી વર્ગથી સાથે સંભાળીને વાત કરવી. સંતાનો સંબંધિત બાબતોમાં તમારો ઘણો સમય વીતિ જશે.

મિથુનઃ આપનો આજનો દિવસ આનંદપ્રમોદમાં પસાર થશે. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ખોવાયેલા રહેશો. મિત્રો સાથે બહાર ફરવાનો કે પ્રવાસ પર્યટનનો કાર્યક્રમ થાય. સુંદર ભોજન વસ્‍ત્રો ઉપલબ્‍ઘ થાય. મધ્‍યાહન બાદ આપ વધારે પડતાં સંવેદનશીલ બનશો. જેથી આપનું મન વ્‍યથિત બનશે. ધનખર્ચ વધશે. અનૈતિક સંબંધો અને નિષેધાત્‍મક કાર્યોથી દૂર રહેવું. પ્રભુભક્તિ અને યોગધ્‍યાનથી મન શાંત થાય.

કર્કઃ નોકરી વ્‍યવસાયના સ્‍થળે અનુકૂળ વાતાવરણ રહેશે. મોસાળ પક્ષ તરફથી સમાચાર મળશે. હરીફોના હાથ હેઠા પડે. કુટુંબમાં આનંદનો માહોલ રહે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા રહે. બૌદ્ધિક તાર્કિક વિચારોના આદાનપ્રદાન માટે સારો સમય છે. વિજાતીય વ્‍યક્તિઓના સંગાથથી આપ આનંદિત રહેશો. જાહેર માન- સન્‍માન મળે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. ભાગીદારીમાં લાભ થાય.

સિંહઃ આપનો આજનો દિવસ પ્રણય પ્રસંગો માટે અનુકૂળ છે. પ્રિયપાત્ર સાથેનું મિલન આપને રોમાંચિત કરશે. ગુસ્‍સાની લાગણીને કાબૂમાં રાખવી પડશે. પેટ સંબંધી બીમારીઓ થાય. મધ્‍યાહન બાદ કુટુંબમાં આનંદ અને ઉલ્‍લાસનું વાતાવરણ રહેશે. આપ પણ સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. નોકરીમાં લાભ થાય. સહકાર્યકરો કામમાં સાથ આપે. હરીફો પરાજિત થાય.

કન્યાઃ આજે આપનામાં ચેતના અને સ્‍ફૂર્તિ જાળવવા માટે મેડિટેશન, આધ્યાત્મિક વાંચન અને મનોરંજનને લગતી પ્રવૃત્તિમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. કુટુંબમાં મનદુખ ટાળવા માટે દરેક સભ્‍યોની જરૂરિયાતો સમજવાનો અને તે પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો. જાહેરજીવનમાં અતિ સક્રિયતાના બદલે પોતાની દુનિયામાં રહેવાનો આગ્રહ રાખજો. ધન ખર્ચ માટે તૈયારી રાખજો તેમજ ગુસ્સાને અંકુશમાં રાખજો. કામમાં સફળતા મેળવવા માટે સામાન્ય કરતા વધુ પ્રયાસ કરવા પડે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. બાળકોના પ્રશ્નો શાંતિ અને ધીરજ રાખીને ઉકેલી શકશો. શક્ય હોય તો મુસાફરી ટાળવી અથવા વધુ સાવધાનીપૂર્વક કરવી.

તુલાઃ નવા કામની શરૂઆત કરવા માટે આજે શુભ દિવસ છે. પ્રિયપાત્ર સાથેનું મિલન આનંદદાયક રહેશે. ભાગ્‍યવૃદ્ધિ થાય. જાહેર માન- સન્‍માન વધે. પરંતુ બપોર પછી આપનું મન ઉદાસી અનુભવશે. શારીરિક અસ્‍વસ્‍થતા અનુભવાય. પરિવારના વાતાવરણમાં કલેશ ઊભો થાય. વાહન- મિલકતના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી.

વૃશ્ચિકઃ આજે આપના નિર્ધારિત કાર્યો પાર પાડવા માટે મહેનત વધારવી પડશે. આજે કોઇ મહત્‍વના કામ કે નિર્ણયો લેવામાં બીજાની મદદ લેવાની સલાહ આપવામાં આવે છે. પારિવારિક વાતાવરણ શાંત અને સુલેહભર્યું રાખવા માટે પણ પ્રયાસો કરવા પડે. જોકે, મધ્‍યાહન બાદ ભાઇબહેનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. પ્રતિસ્‍પર્ધીઓને પરાજિત કરી શકશો. શારીરિક- માનસિક આરોગ્‍ય જળવાશે. મુસાફરી થાય. આપના જીવનમાં આધ્યાત્મિકતાનો સ્‍પર્શ થશે.

ધનઃ આજનો દિવસ આપના માટે શુભફળદાયક નીવડશે. કાર્યસિદ્ધ અને ધનપ્રાપ્તિ બંને આજના દિવસે આપને મળે. તન અને મન પણ આનંદિત રહેશે. એટલે દરેક કાર્ય કરવામાં આપનો ઉત્‍સાહ જળવાઇ રહેશે. ધાર્મિક સ્‍થળે પ્રવાસ થવાની શક્યતા છે. બપોર બાદ આપ થોડા દ્વિધામાં અટવાયેલા રહેશો. ઘર કે નોકરી વ્‍યવસાયમાં કાર્યબોજ વધશે. ખોટો ધનખર્ચ થાય.

મકરઃ વાણી અને વર્તનના કારણે કોઈની સાથે ગેરસમજ ઉભી ના થાય તેનું ધ્યાન રાખવું. મનમાંથી ક્રોધની લાગણી દૂર કરીને દરેકની સાથે સહકાર અને આદર સાથે રહેવાની સલાહ છે. વાહન ચલાવતા ધ્‍યાન રાખવું. મનની બેચેની દૂર કરવા માટે વધુ પડતા કામકાજમાં ઓતપ્રોત રહેવાના બદલે મનોરંજનને પણ મહત્વ આપવું. આ સમય આધ્યાત્મિકતાનો આશરો લેવાથી મન શાંત બનશે. બપોર પછી તાજગી અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. પરિવારનું વાતાવરણ પણ શાંત અને આનંદિત રહેશે. કોઇક શુભ પ્રસંગ હાજરી આપવાનું થાય. દાંપત્‍યજીવનમાં ખુશાલી રહેશે.

કુંભઃ આપના માટે આજનો દિવસ બઘી રીતે લાભ અપાવનારો છે. આજે સામાજિક જીવનમાં આપ વધારે પડતા સક્રિય રહો અને ત્‍યાં આપની માન પ્રતિષ્‍ઠા પણ વધશે. સ્‍ત્રી મિત્રો સાથે વધારે સમય પસાર થાય. લગ્‍નોત્‍સુક યુવાનોની જીવનસાથીની તલાશ પૂરી થાય. મધ્‍યાહન બાદ ઘરનું વાતાવરણ કલુષિત બને. કામકાજમાં અને વાહન ચલાવવામાં અતિ ઉતાવળ ટાળવી. તંદુરસ્‍તીની થોડી કાળજી લેવી પડશે. મનમાં આવેગોને અંકુશમાં રાખવું વધુ પડતા ધનખર્ચથી સંભાળવું.

મીનઃ આપનો આજનો દિવસ શુભ ફળદાયી છે. આપના દ્વારા કોઇ પરોપકારનું કામ થશે. વેપાર અંગે યોગ્‍ય આયોજન કરી શકો. ઉપરી અધિકારીઓ આપના કામની પ્રશંસા કરે. વ્‍યવસાયના કારણે આપને મુસાફરી કરવાનું થાય. પિતા અને વડીલવર્ગ તરફથી લાભ થાય. પ્રિયપાત્ર સાથે મેળાપ થાય. પ્રવાસનું આયોજન કરશો. આપની આવકમાં વૃદ્ધિ થાય. સ્‍ત્રી મિત્રોથી લાભ થવાના સંકેત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.