ETV Bharat / bharat

Assembly Election 2022: કોંગ્રેસ ભાજપને હરાવા માટે કોઈપણ પક્ષનો ટેકો લેવા તૈયારઃ ચિદંબરમ - TMC Party

ગોવા વિધાનસભા ચૂંટણી 2022ને (Goa Assembly Election 2022) લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમે (Congress leader P Chidambaram) નિવેદન આપ્યું છે. ચિદંબરમે કહ્યું કે, તેઓ ભાજપને હરાવવા કોઈપણ પક્ષનો સહકાર લેવા તૈયાર છે.

Assembly Election 2022: કોંગ્રેસ ભાજપને હરાવવા માટે કોઈપણ પક્ષનો ટેકો લેવા તૈયારઃ ચિદંબરમ

author img

By

Published : Jan 8, 2022, 5:40 PM IST

પણજીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમ (Congress leader P Chidambaram) ગોવા વિધાનસભા ચૂંટણી 2022ને (Goa Assembly Election 2022) લઈને મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવા કોઈપણ પક્ષનું સમર્થન લેવા તૈયાર છે. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના (TMC Party) ગોવા ડેસ્ક પ્રભારી મહુઆ મોઇત્રાની (Mahua Moitra) સલાહ બાદ તુરંત જ આ નિવેદન આપ્યું છે. મમતા બનર્જીની આગેવાની હેઠળની ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP Party ) કોંગ્રેસ સાથે ચૂંટણી પહેલા ગઠબંધન કરવા માટે તૈયાર છે.

ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાને આપી માહિતી

ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાને પત્રકારોને કહ્યું. "મેં અખબારમાં TMCએ આપેલું નિવેદન વાંચ્યું છે, સત્તાવાર નિવેદનની રાહ જુઓ," ચિદંબરમ કહ્યું કે, કોંગ્રેસ પોતાના દમ પર ભાજપને હરાવવા સક્ષમ છે, પરંતુ જો કોઈ પાર્ટી ભાજપને હરાવવા કોંગ્રેસને સમર્થન આપવા માંગતી હોય તો હું ના કેમ કહું?

કોંગ્રેસના માત્ર બે ધારાસભ્યો જ ગૃહમાં બચ્યા

2017માં 40 સભ્યોની ગોવા વિધાનસભામાં મહત્તમ 17 બેઠકો જીત્યા પછી, છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસની તાકાત ઓછી થઈ ગઈ છે. પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો ચાલ્યા ગયા. આ ઉપરાંત કોંગ્રેસના માત્ર બે ધારાસભ્યો જ ગૃહમાં બચ્યા છે.

TMCએ MGP સાથે ગઠબંધન કર્યું

કોંગ્રેસે ચૂંટણીપૂર્વ જ GFP સાથે ગઠબંધનની જાહેરાત કરી દીધી છે, જ્યારે TMCએ (TMC Party) આગામી મહિનામાં થનારી રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ માટે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) સાથે ગઠબંધન કર્યું છે.

મોઇત્રાએ ટ્વિટ કરી આપી જાણકારી

મોઇત્રાએ ટ્વિટ કર્યું હતું કે, TMC ભાજપને હરાવવા માટે શક્ય તેટલા પ્રયત્ન કરશે અને GFPએ કોંગ્રેસને ટેગ કર્યા હતા. કોંગ્રેસ 2017ની ચૂંટણીમાં ગોવામાં સૌથી મોટી પાર્ટી તરીકે પ્રકાશમાં આવી હતી, જેણે 40 સભ્યોએ ગૃહમાં 17 બેઠકો જીતી હતી, પરંતુ ભાજપે 13 સીટ પર જીત મેળવી અને કેટલાક અપક્ષો અને પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું. આ ઉપરાંત મનોહર પર્રિકરના નેતૃત્વમાં સરકાર રચી હતી.

આ પણ વાંચો:

Gujarat Assembly Election 2022: રાજ્યમાં મતદારોની સંખ્યામાં મોટો વધારો, કુલ 4,84,72,764 મતદારો કરી શકશે માતાધિકારનો ઉપયોગ

UP Assembly Elections 2022: અખિલેશ યાદવની મોટી જાહેરાત, સત્તામાં આવશે તો આપશે મફત વીજળી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.