ઉત્તરાખંડ : SDRF ટીમને મોટી સફળતા મળી છે. ચિલા શક્તિ કેનાલમાં ચિલા પાવર હાઉસ પાસે અંકિતા ભડારીનો મૃતદેહ (Ankita Bhandaris dead body found) મળી આવ્યો છે. અગાઉ પોલીસ મૃતદેહની ઓળખ કરી શકી ન હતી. આ અંગે પોલીસ અને અંકિતાના પરિવારને જાણ કરવામાં આવી હતી. અંકિતાના પિતા અને ભાઈએ અંકિતાના મૃતદેહની પુષ્ટિ કરી હતી. મુખ્યપ્રધાન ધામીએ અંકિતા ભંડારીના નિધન પર શોક વ્યક્ત (CM Dhami has condoled Ankita demise) કર્યો હતો. તેમણે કહ્યું કે, એસઆઈટીની રચના નાયબ પોલીસ મહાનિરીક્ષક પી રેણુકા દેવીના નેતૃત્વમાં કરવામાં આવી છે. SITને આ ગંભીર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અંકિતા ભંડારી હત્યા કેસમાં મુખ્ય આરોપી છે પુલકિત આર્ય : પુલકિત આર્ય પૂર્વ રાજ્યપ્રધાન વિનોદ આર્યનો પુત્ર અંકિતા ભંડારી હત્યા કેસમાં મુખ્ય આરોપી (Ankita Bhandaris murder accused Pulkit Arya) છે. અંકિતાની હત્યાના (Ankita Bhandari murder case) આરોપમાં પોલીસે શુક્રવારે પુલકિત આર્યની ધરપકડ કરી હતી. કોર્ટે પુલકિત સહિત 3 લોકોને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે.
કોણ હતી અંકિતા : અંકિતા ભંડારી (Ankita Bhandari murder case) પૌડી જિલ્લાના પટ્ટી નડાલસુનના શ્રીકોટ ગામની રહેવાસી હતી. તે ભાજપના નેતા અને પૂર્વ રાજ્યપ્રધાન વિનોદ આર્યના પુત્ર પુલકિત આર્યના વનતંત્ર રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ હતી. 19 વર્ષની અંકિતા 19 સપ્ટેમ્બરથી ગુમ હતી. તેના પિતાએ 19 સપ્ટેમ્બરે રેવન્યુ પોલીસ ચોકી ઉદયપુર તલ્લામાં કેસ દાખલ કર્યો હતો.
હત્યાના મુખ્ય આરોપીના રિસોર્ટ પર રાત્રે ભર્યું બુલડોઝર : ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની તર્જ પર પહેલીવાર ઉત્તરાખંડનામુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ કાર્યવાહી કરી છે. પૂર્વ MoS વિનોદ આર્યના પુત્ર પુલકિત આર્ય પર મોડી રાત્રે બુલડોઝર મોકલીને તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉત્તરાખંડમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે પ્રશાસને સીધી રીતે આ પ્રકારની કાર્યવાહી કરી હોય. DGP અશોક કુમારે કહ્યું કે, મુખ્યપ્રધાનના આદેશ બાદ પૌરી પ્રશાસન અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મોડીરાત્રે જ પોલીસ ટીમે આરોપીઓના રિસોર્ટને તોડવાનું શરૂ કર્યું હતું.
અંકિતાના મૃત્યુ પર CM ધામીએ દુઃખ કર્યું વ્યક્ત : ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ધામીએ અંકિતાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, આજે સવારે પુત્રી અંકિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનાથી મારું હૃદય ખૂબ જ દુઃખી છે. ગુનેગારોને કડકમાં કડક સજા મળે તે માટે ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પી રેણુકા દેવીજીના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે અને આ ગંભીર મામલાની ઊંડાણપૂર્વક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. આરોપીઓના ગેરકાયદેસર રીતે બનાવેલા રિસોર્ટ પર મોડી રાત્રે બુલડોઝર પણ કરવામાં આવ્યું છે. અમારો સંકલ્પ છે કે આ જઘન્ય અપરાધના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.