અયોધ્યાઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની (Uttar Pradesh Assembly Election 2022) તૈયારીમાં લાગેલા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે અયોધ્યા (Amit Shah in Ayodhya) પહોંચ્યા હતા. ગૃહપ્રધાન પોતાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત લગભગ દોઢ કલાક મોડા રામનગરી અયોધ્યા પહોંચ્યા હતા. અયોધ્યા સરયૂ ઘાટ પર બનેલા અસ્થાયી હેલિપેડ પર અમિત શાહનું હેલિકોપ્ટર લેન્ડ થયું હતું. ત્યારબાદ તેઓ રસ્તાના માર્ગે રામલલ્લાના દર્શન કરવા માટે રામ જન્મભૂમિ પરિસર (Amit Shah in Ayodhya) પહોંચ્યા હતા, જ્યાં તેમણે રામ લલ્લાની આરતી (Amit Shah recited Ramallah's Aarti) ઉતારી હતી.
આ પણ વાંચો- Amit Shah Virtual Presence 2021 : ગાંધીનગરમાં 14 બગીચા અને 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કર્યું
ગૃહપ્રધાને ઉતારી રામલલ્લાની આરતી
જોકે, ગૃહપ્રધાન અમિત શાહ એક ચૂંટણી જનસભાને સંબોધિત (Amit Shah's political rally in Ayodhya) કરવા માટે અયોધ્યા પહોંચ્યા છે. અહીં 1 વાગ્યાની આસપાસ તેઓ રાજકીય ઈન્ટર લોકેજ મેદાનમાં ચૂંટણી જનસભાને (Amit Shah's political rally in Ayodhya) સંબોધશે, જેની તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.
અમિત શાહ પ્રસિદ્ધ સિદ્ધપીઠ હનુમાનગઢીમાં દર્શન પૂજન કરશે
આ પહેલા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ રામ જન્મભૂમિ પરિસરમાં (Amit Shah in Ayodhya) રામ લલ્લાની આરતીમાં સામેલ થયા હતા. ત્યારબાદ તેઓ પ્રસિદ્ધ સિદ્ધપીઠ હનુમાનગઢીમાં દર્શન પૂજન કરશે અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ સાથે મુલાકાત કરવા અને તેમના આશ્રમ પર પણ જશે.