ઉત્તરકાશી (ઉત્તરાખંડ): ઉત્તરાખંડના ઉત્તરકાશી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવા માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે દેખરેખ રાખી રહ્યા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સીએમ ધામી પાસેથી ઘટનાની ક્ષણે-ક્ષણની અપડેટ લઈ રહ્યા છે. જ્યારેઉત્તરકાશી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવાના તમામ પ્રયાસો ચાલી રહ્યાં છે. ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે અમેરિકન ઓગર મશીનથી યુદ્ધના ધોરણે કામ ચલાવાઈ રહ્યું છે. મશીન દ્વારા અત્યાર સુધીમાં પાંચ પાઇપ નાખવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત ટનલમાં ફસાયેલા લોકો સુધી ઝડપથી પહોંચવાના તમામ શક્ય પ્રયાસો ચાલુ છે.
ટનલમાં ફસાયેલા 40 મજૂરો: સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવા માટે અમેરિકન ઓગન મશીન લગાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, આશા છે કે ટૂંક સમયમાં સુરંગમાં ફસાયેલા તમામ મજૂરોને બચાવી લેવામાં આવશે. અગાઉ બચાવ કાર્ય માટે જેસીબી મશીન, મજૂરો અને ડ્રિલિંગ મશીન વડે કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં પાંચ એજન્સીઓ બચાવ કાર્યમાં લાગેલી છે. બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે હેવી ઓગર મશીનને અંતિમ ઉપાય માનવામાં આવી રહ્યું છે. કારણ કે આ મશીન દરેક રીતે કામ કરવા સક્ષમ હોવાનું કહેવાય છે. જેના દ્વારા ટૂંક સમયમાં સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવાની આશા છે.હવે ટનલમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવા માટે છેલ્લી આશા ઓગર મશીન પર રાખવામાં આવી છે. ટનલમાં કાટમાળ વચ્ચે ડ્રિલિંગ કરાઈ રહ્યું છે.
હેવી ઓગર મશીન પર મદાર: આ મશીન એક કલાકમાં 5 થી 6 મીટર ડ્રિલિંગ કરી શકે છે. પરંતુ પાઈપનું વેલ્ડીંગ અને ગોઠવણી યોગ્ય રીતે કરવા માટે એકથી બે કલાક જેટલો સમય લાગી રહ્યો છે. જેના કારણે અંદર ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં હજુ એકથી બે દિવસનો સમય લાગી શકે છે.સિલ્ક્યારા ટનલ દુર્ઘટનાને આજે છ દિવસ વીતી ગયા છે. ગત મંગળવારે, ટનલની અંદર ફસાયેલા 40 મજૂરોને બચાવવા માટે દેહરાદૂનથી ઓગર મશીન મંગાવવામાં આવ્યું હતું. પરંતુ તેની ક્ષમતા ઘટી જવાના કારણે મંગળવારે મોડી રાત્રે મશીનને હટાવી દેવામાં આવ્યું હતું. જે બાદ દિલ્હીથી 25 ટન વજનનું અત્યાધુનિક ઓગર મશીન મંગાવવામાં આવ્યું.
શ્રમિકોને બચાવવાની આશા બની પ્રબળ: બુધવારે સેનાના ત્રણ હર્ક્યુલસ એરક્રાફ્ટમાંથી મશીનોને ચિન્યાલિસૌર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યા હતા. ગત બુધવારથી મોડી રાત સુધી આ મશીનને ટ્રક મારફતે સિલ્કિયારા ટનલ સાઇટ પર પહોંચાડવામાં આવ્યું હતું. જે બાદ મોડી રાત્રે આ મશીન લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે ગુરુવાર સવાર સુધી ચાલુ હતી. ત્યાર બાદ ગુરુવારે સવારે ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે બપોર સુધીમાં કાટમાળની અંદર 6 મીટર લંબાઇનો પ્રથમ એમએસ પાઇપ નાખવામાં આવ્યો હતો. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલે જણાવ્યું હતું કે, સિલ્ક્યારા ટનલમાં ભૂસ્ખલનના કાટમાળમાં અત્યાર સુધીમાં ચાર પાઈપ નાખવામાં આવ્યાં છે. જેના કારણે કામદારોને બહાર કાઢવા માટે 24 મીટરનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. પાંચમી પાઇપ નાખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
અમેરિકન ઓગન મશીનની વિશેષતાઃ રેસ્ક્યુ ટીમ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે અમારી પાસે તમામ પ્રકારના એક્સપર્ટ ઉપલબ્ધ છે. જેમાં દેશભરના ITBP અને ટનલ નિર્માણ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા પહોંચેલું અમેરિકન મશીન કામદારો પર કાટમાળ પડવાનું જોખમ પણ ઘટાડશે. આવી સ્થિતિમાં, મશીન કામદારોના બચાવ કાર્યને ઝડપી બનાવશે.