ETV Bharat / bharat

Ukraine Russian Crisis : એર ઈન્ડિયા યુક્રેનથી 240 ભારતીયોને લઈને પહોંચ્યું દિલ્હી - એર ઈન્ડિયા યુક્રેનથી ભારતીયોને લઈને પહોંચ્યું દિલ્હી

યુક્રેન અને રશિયા (Tensions are rising between Ukraine and Russia) વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મંગળવારે રાત્રે પૂર્વી યુરોપિયન દેશમાંથી લગભગ 240 ભારતીયોને (Air India reached Delhi with Indians from Ukraine) લઈને એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. ફ્લાઈટ નંબર AI 1946 મોડી રાત્રે લગભગ 11.40 વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

Ukraine Russian Crisis : એર ઈન્ડિયા યુક્રેનથી 240 ભારતીયોને લઈને પહોંચ્યું દિલ્હી

author img

By

Published : Feb 23, 2022, 8:36 AM IST

નવી દિલ્હી: યુક્રેન અને રશિયા (Tensions are rising between Ukraine and Russia) વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મંગળવારે રાત્રે પૂર્વી યુરોપિયન દેશમાંથી લગભગ 240 ભારતીયોને (Air India reached Delhi with Indians from Ukraine) લઈને એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. ફ્લાઈટ નંબર AI 1946 મોડી રાત્રે લગભગ 11.40 વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. તેણે કિવના બોરિસ્પિલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ સાંજે 6 વાગ્યે (ભારતીય સમય મુજબ) ઉડાન ભરી હતી. ભારતીયોને લાવવા માટે એરલાઇન્સે બોઇંગ 787 એરક્રાફ્ટનું સંચાલન કર્યું હતું, જે સવારે યુક્રેન માટે ઉડાન ભરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં લગભગ 240 મુસાફરો સવાર હતા.

આ પણ વાંચો: યુક્રેન પર UNSCમાં 'ઓપન મીટિંગ', ભારતે રાખ્યો પોતાનો પક્ષ

ભારતીય દૂતાવાસે કહ્યું હતું દેશ છોડવાનું

યુક્રેનથી દિલ્હીના એરપોર્ટ પર ઉતર્યા બાદ 22 વર્ષીય MBBS સ્ટુડન્ટ અનિલ રાપ્રિયાએ કહ્યું, “હું મારા દેશમાં પાછો આવીને ખુશ છું. એરપોર્ટ પર ઉતર્યા બાદ તેણે ફોન પર કહ્યું કે, યુક્રેનમાં બદલાતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે અમને દેશ છોડવા માટે કહ્યું હતું, ત્યાર બાદ હું માત્ર ભારત પહોંચ્યો હતો. એક દિવસ પહેલા, એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-1947 એ નવી દિલ્હીથી IST સવારે 7.30 વાગ્યે ઉપડ્યું હતું, જે લગભગ 3 વાગ્યે યુક્રેનના કિવના એરપોર્ટ પર પહોંચ્યું હતું.

આ પણ વાંચો: ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જારી, વિદ્યાર્થીઓને યુક્રેન છોડવાની આપી સલાહ

ભારતીયોની મદદ માટે વધુ ફ્લાઈટ્સ ચલાવવામાં આવશે : વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધર

વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને રાત્રે લગભગ 9.46 કલાકે જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યોના લગભગ 250 ભારતીયો મંગળવારે રાત્રે યુક્રેનથી દિલ્હી પરત ફરી રહ્યા છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું હતું કે યુક્રેનથી પરત ફરી રહેલા ભારતીયોની મદદ માટે આગામી દિવસોમાં વધુ ફ્લાઈટ્સ ચલાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.