ETV Bharat / bharat

Adani Hindenburg Case: સુપ્રીમ કોર્ટે અદાણી તરફી ચુકાદો આપ્યો, સમગ્ર ચુકાદાના 5 મહત્વના મુદ્દાઓ

બુધવારે સુપ્રીમ કોર્ટમાં અદાણી ગ્રૂપની કંપનીઓ પર લાગેલ આરોપોની તપાસની અરજીઓ પર સુનાવણી થઈ હતી. સુપ્રીમે સેબીના અધિકાર ક્ષેત્રમાં કોઈ હસ્તક્ષેપ કરવાની મનાઈ ફરમાવી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાના X હેન્ડલ પર સત્યની જીત થઈ હોવાની પોસ્ટ કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Adani Hindenburg Case Supreme Court

સુપ્રીમ કોર્ટે અદાણી તરફી ચુકાદો આપ્યો
સુપ્રીમ કોર્ટે અદાણી તરફી ચુકાદો આપ્યો
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2024, 4:24 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગની રિપોર્ટમાં અદાણી ગ્રૂપની કંપનીઓ વિરુદ્ધ લાગેલ આરોપની તપાસ કરવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરી હતી. જેમાં સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે બી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેન્ચે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આપલે ચુકાદો 5 મહત્વના મુદ્દામાં સમજો.

1. ચુકાદો આપતી વખતે સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, અદાણી હિંડનબર્ગ મામલાની તપાસ સેબી પાસેથી લઈને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમ(SIT)ને સોંપવાનો કોઈ આધાર જણાતો નથી.

2. સીજેઆઈ ચંદ્રચૂડે આગળ જણાવ્યું કે, 22માંથી 20 આરોપોની તપાસ સેબી પૂર્ણ કરી ચૂકી છે. તેમજ બાકીના 2 આરોપોની તપાસ માટે પણ 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

3. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે, OCCRPના રિપોર્ટની સેબી દ્વારા કરવામાં આવતી તપાસને શંકાશીલ ન ગણી શકાય. OCCRPના રિપોર્ટની નિર્ભરતાને રદ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારના સત્યાપન વિના ત્રીજા પક્ષ કે સંગઠનના રિપોર્ટને પૂરાવા રુપે ગણીને તેના પર ભરોસો ન કરી શકાય.

4. સીજેઆઈ ચંદ્રચૂડે આગળ જણાવ્યું કે, વૈધાનિક નિયામક પર પ્રશ્નો ઉઠાવવા માટે છાપાના અહેવાલ અને ત્રીજા પક્ષ કે સંગઠનો પર ભરોસો કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ નહી થાય. સેબીની તપાસમાં શંકા હોવાના ઈનપુટ તરીકે ગણી શકાય પરંતુ તે નિર્ણાયક પુરાવો નથી.

5. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સેબીને પણ તપાસના આદેશ કર્યા છે. જેમાં શોર્ટ સેલિંગ પર હિંડનબર્ગ રિપોર્ટ કોઈ કાયદાનું ભંગ કરે છે કેમ તેની તપાસ સામેલ છે. જો કાયદાકીય ભંગ થયો હોય તો સત્વરે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે કેન્દ્ર અને સેબીને નિયામક માળખાને મજબૂત કરવા માટે એક નિષ્ણાંતોની સમિતિની ભલામણ પર વિચાર કરવાનું પણ કહ્યું છે.

આ દરમિયાન સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો. તેમણે સત્યની જીત થઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે પોતાની સાથે ઊભા રહેવાવાળા લોકોનો આભાર માન્યો હતો. ભારતની વિકાસગાથામાં અમારુ વિનમ્ર યોગદાન યથાવત રહેશે તેવું તેમણે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં અદાણી ગ્રૂપ તરફી ફેસલો આવવાથી 3 જાન્યુઆરીના રોજ ઈન્ટા ડે ટ્રેડમાં અદાણી ગ્રૂપના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.

  • The Hon'ble Supreme Court's judgement shows that:

    Truth has prevailed.
    Satyameva Jayate.

    I am grateful to those who stood by us.

    Our humble contribution to India's growth story will continue.

    Jai Hind.

    — Gautam Adani (@gautam_adani) January 3, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  1. અદાણી પોર્ટે ભારતના સૌથી મોટા ફર્ટિલાઈઝર કન્સાઈન્મેન્ટને હેન્ડલ કર્યુ, મોરક્કોથી આવ્યું જહાજ
  2. Adani Port : અદાણી પોર્ટે મહાકાય જહાજ લાંગરવાનો વિક્ર્મ સર્જાયો, 4 ફૂટબોલના મેદાન જેવડું જહાજ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.