ETV Bharat / bharat

પિતાએ મંદિરમાં દીકરીની પ્રતિમા સ્થાપિત કરી, રોજ કરે છે પૂજા - પિતાએ મંદિરમાં દીકરીની પ્રતિમા સ્થાપિત કરી

આંધ્ર પ્રદેશમાં, એક પિતાએ તેની મૃત પુત્રીની યાદમાં મંદિર બનાવ્યું (A father who built a temple out of love for his daughter ). તે મંદિરમાં પુત્રીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જેની તે દરરોજ પૂજા કરે છે. સંપૂર્ણ સમાચાર વાંચો.

પિતાએ મંદિરમાં દીકરીની પ્રતિમા સ્થાપિત કરી, રોજ કરે છે પૂજા

author img

By

Published : Nov 21, 2022, 4:56 PM IST

નેલ્લોરઃ જે દીકરીઓ ઘરની લક્ષ્મી કહેવાય છે તે માતા-પિતાની આંખનું તેજ હોય છે. જો તમારે કોઈ પિતાનો તેની દીકરી માટેનો પ્રેમ જોવો હોય તો આંધ્ર પ્રદેશના નેલ્લોર આવો અને જુઓ.(A father who built a temple out of love for his daughter ) અહીં એક પિતાએ તેની મૃત પુત્રીની યાદમાં મંદિર બનાવ્યું છે. મંદિરમાં તેણે કોઈ દેવીની નહીં પણ દીકરીની મૂર્તિ સ્થાપિત કરી છે, જેની તે દરરોજ પૂજા કરે છે.

દુ:ખનો પહાડ: વેંકટચલમ મંડલના કાકુતુરમાં રહેતા ચેંચૈયા અને લક્ષ્મમ્માને પાંચ બાળકો છે. ચોથી પુત્રી સુબ્બલક્ષ્મમાના જન્મ પછી, દાંપત્યજીવન આર્થિક રીતે સ્થિર બન્યું હતુ. પરિવારમાં સમૃદ્ધિ વધી. સુબ્બલક્ષમ્માએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને પછી વન વિભાગમાં નોકરી મેળવી હતી. દીકરીને નોકરી મળી એટલે માતા-પિતા ખૂબ ખુશ હતા. બધું બરાબર ચાલતું હતું કે એક દિવસ દુ:ખનો પહાડ તૂટી પડ્યો.

મૂર્તિ સ્થાપિત કરીને પૂજા: સુબ્બલક્ષમ્માનું 2011માં એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. માતાપિતા આઘાતમાં હતા. ચેંચૈયાએ કહ્યું કે, સુબ્બલક્ષમ્માની ઈચ્છા પર મંદિરનું નિર્માણ થયું છે. તે કહે છે કે દીકરીએ તેને સપનામાં મંદિર બનાવવાનું કહ્યું. ત્યારથી મંદિરમાં દીકરીની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.