ETV Bharat / bharat

7.5 લાખ દીવાઓથી ઝગમગશે પ્રભુ શ્રી રામની અયોધ્યા નગરી, બનશે અનોખો રેકોર્ડ - રામનગરી અયોધ્યા

યુપીમાં યોગી આદિત્યનાથ સરકાર રામનગરી અયોધ્યાને દીવાઓથી ઝગમગ કરવાની તૈયારી કરવામાં લાગી છે. આ વર્ષે અયોધ્યામાં દિવાળી પર આયોજિત થનારા દીપોત્સવમાં યોગી સરકાર 7.50 લાખ દીવડાઓ પ્રગટાવીને પોતાનો જ રેકોર્ડ તોડશે.

દીપોત્સવ-2021માં તૂટશે 2020નો રેકૉર્ડ
દીપોત્સવ-2021માં તૂટશે 2020નો રેકૉર્ડ
author img

By

Published : Sep 23, 2021, 4:29 PM IST

  • અયોધ્યામાં પ્રગટાવવામાં આવશે 7.50 લાખ દીવા
  • 5.50 લાખ દીવા પ્રગટાવવાનો રેકોર્ડ તૂટશે
  • બહારની એજન્સીને સોંપવામાં આવી જવાબદારી
  • 7 હજાર વૉલિયન્ટર્સની લેવામાં આવશે મદદ

લખનૌ: અયોધ્યામાં આયોજીત થનારો દીપોત્સવ ઘણો જ ખાસ થવા જઈ રહ્યો છે. આ વર્ષે અયોધ્યામાં આયોજિત થનારા દીપોત્સવમાં યોગી સરકાર 7.50 લાખ દીવાઓ પ્રગટાવીને પોતાનો જ રેકોર્ડ તોડશે. યુપીમાં યોગી આદિત્યનાથ સરકાર રામનગરી અયોધ્યાને દીવાઓથી ઝગમગ કરવાની તૈયારી કરવામાં લાગી છે. ગત વર્ષે અયોધ્યામાં 5.50 લાખ દીવાઓ પ્રગટાવીને ગિનીસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. પર્યટન વિભાગે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ માટે એજન્સીઓ પાસે પ્રસ્તાવ માંગ્યા છે.

આ વખતે દીવા પ્રગટાવવાની જવાબદારી બહારની એજન્સીને અપાઈ

અયોધ્યામાં દર વર્ષે ભવ્ય દીપ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે 2017થી અયોધ્યામાં દીપોત્સવની શરૂઆત કરી છે. ત્યારથી સતત સરકાર તેલના દીવાઓ પ્રગટાવીને પોતાનો જ રેકૉર્ડ આગલા વર્ષે તોડે છે. રામનગરી અયોધ્યાને દીવાઓથી શણગારીને રોશન કરવામાં આવે છે. દર વર્ષે સરકાર અલગ-અલગ વિભાગોના સંકલનથી દીવાઓ પ્રગટાવે છે, પરંતુ આ વખતે બહારની એજન્સીઓને આની જવાબદારી સોંપવામાં આવશે.

2017થી દીપોત્સવની પરંપરા શરૂ કરવામાં આવી

એજન્સીને આ પહેલા 3 દિવસ સુધી આનો ટ્રાયલ કરવાનો રહેશે. આમાં 7 હજારથી વધારે વોલિયન્ટરની મદદ લેવામાં આવશે. પસંદ કરવામાં આવેલી એજન્સીને ગિનીસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવાનું હશે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં બીજેપી સરકાર બનવાની સાથે જ 2017થી દિવાળી પર અયોધ્યામાં ભવ્ય દીપોત્સવની પરંપરા શરૂ થઈ અને દર વર્ષે આની ભવ્યતા વધી રહી છે.

2020માં 5.50 લાખ દીવા અને 29 હજાર લીટર તેલનો થયો હતો ઉપયોગ

દીપોત્સવ-2020ના પર્વ પર સરયૂ નદીની ભવ્ય તેમજ દિવ્ય આરતીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગત વર્ષે 5.50 લાખ દીવાઓ પ્રગટાવવા માટે 29 હજાર લીટર તેલ અને 7.5 કિલો રૂનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો છાણમાંથી બનેલા 1 લાખ દીવાઓ પણ અહીં પ્રગટાવવામાં આવ્યા હતા. આ દીવાઓ 'રામ કી પૈડી'માં પ્રગટાવવામાં આવે છે. તો દીપોત્સવ પર સમગ્ર અયોધ્યામાં લાઇટિંગ કરવામાં આવે છે. ગત વર્ષે કોરોના સંક્રમણના કારણે ડિજિટલ દીવાઓના માધ્યમથી લોકોને જોડવામાં આવ્યા હતા.

વધુ વાંચો: અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં 115 દેશની નદીના જળ અભિશેષ કરાશે

વધુ વાંચો: રામ જન્મભૂમિ સંકુલમાં બનશે વધુ 6 મંદિરો, જાણો કયા-કયા દેવતાઓ બિરાજશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.