ETV Bharat / assembly-elections

ગુજરાત ચૂંટણીમાં પક્ષ પ્રચાર માટે મહત્ત્વના મુદ્દા, ભાજપ, કોંગ્રેસ અને આપના આક્ષેપ પ્રતિઆક્ષેપ - આપ

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ના પહેલા તબક્કામાં મતદાન સામે આવી ઊભું છે. ગુજરાતમાં પક્ષ પ્રચારની દ્રષ્ટિએ જોઇએ તો કોઇ એક મુદ્દો ( Important Issues for Party Campaign Of Gujarat) ઊભરી આવ્યો નથી. જોકે રાજકીય પંડિતો તારવે છે કે અમુક મુદ્દા છે જે ભાજપ ( BJP ) કોંગ્રેસ ( Congress ) અને આપ ( AAP ) ના પ્રચારમાં ઉઠાવવામાં આવી રહ્યાં છે. જોઇએ ગુજરાત ચૂંટણીમાં પક્ષ પ્રચાર માટે મહત્ત્વના મુદ્દા વિગતવાર.

ગુજરાત ચૂંટણીમાં પક્ષ પ્રચાર માટે મહત્ત્વના મુદ્દા, ભાજપ, કોંગ્રેસ અને આપના આક્ષેપ પ્રતિઆક્ષેપ

author img

By

Published : Nov 25, 2022, 5:24 PM IST

ન્યૂઝ ડેસ્ક ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં એકનજરે જોવા મળે એવો કોઈ મોટો ચૂંટણી મુદ્દો ઉઠ્યો નથી. રાજકીય પક્ષો જોકે કેટલાક મુદ્દા ઉઠાવી રહ્યા છે. અમે આપને અહીં એવા જ કેટલાક મુદ્દાઓ વિશે જણાવી રહ્યાં છીએ. ભાજપ ( BJP ) માટે પીએમ મોદી મુદ્દા ઉઠાવી રહ્યા છે તો કોઇ મુદ્દો કોંગ્રેસના ( Congress )રાહુલ ગાંધીએ આગળ ( Important Issues for Party Campaign Of Gujarat) કર્યો છે. પહેલી તારીખે પહેલા તબક્કામાં ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે. ત્યારે પ્રચાર માટે ત્રણેય પક્ષ ઊપરથી નીચે સુધી જોર લગાવી રહ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Modi ) હોય કે રાહુલ ગાંધી ( Rahul Gandhi ) અને અરવિંદ કેજરીવાલ ( Arvind Kejriwal ), તેમના સહિત પ્રદેશના ટોચના નેતાઓ પ્રચારમાં વ્યસ્ત કાર્યક્રમો સાથે દોડી રહ્યાં છે.એવામાં ગુજરાત ચૂંટણીમાં પક્ષ પ્રચાર માટે મહત્ત્વના મુદ્દા બન્યાં હોય એવી બાબતો જોઇએ.

ખંડનમંડનની રાજનીતિ ગુજરાત ચૂંટણીમાં જ્યાં શાસક ભાજપ ( BJP ) પક્ષ પોતાની સરકારને ડબલ એન્જીનની ગણાવી વિકાસ કાર્યોની યાદીઓ જનમાનસમાં તાજી કરાવી રહ્યો છે તો વિરોધ પક્ષોના નેતાઓ સરકારની ખામીઓ ગણાવી રહ્યા છે. ત્યારે આંખે ઉડીને વળગે તેવા 10 મુદ્દા ( Important Issues for Party Campaign Of Gujarat) આ રહ્યાં

પીએમ મોદીની ઔકાત યાદ કરાવવી કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીનું 'સ્ટેટસ' નિવેદન સામે આવ્યું જેણે નોંધ લેવડાવી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસે 12 નવેમ્બરે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. તેમાં એક ટીવી ચેનલ સાથે વાત કરતા કોંગ્રેસના ( Congress )વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રી ( Madhusudan Mistri ) એ કહ્યું કે મોદી ક્યારેય પટેલ બની શકતા નથી. આ દરમિયાન પીએમ મોદી માટે મિસ્ત્રીએ ઔકાત શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેના વળતા જવાબમાં દસ દિવસ બાદ પીએમ મોદીએ એક રેલીમાં મધુસૂદન મિસ્ત્રીના આ શબ્દને પકડીને ગોફણની જેમ જવાબ આપતાં કહ્યું કે “તેઓ કહે છે કે ઔકાત દેખાડી દેશે. હું કહું છું કે મારી કોઈ ઔકાત નથી. મારી ઔકાત તો સેવા આપવાની છે. તે રાજ પરિવારમાંથી છે અને હું સેવાદાર છું'. ભાજપ આ નિવેદનને ચૂંટણીનો મુદ્દો બનાવવામાં કોઇ કસર નથી છોડતો.

શાળાઓ હોસ્પિટલો અને મફત વીજળી સમૃદ્ધ ગુજરાતની ઓળખને તોડવા નબળું શિક્ષણ,કથળેલી આરોગ્ય સેવાઓ અને મફતની રેવડી તરીકે વીજળીને જનતા સમક્ષ મુદ્દા ( Important Issues for Party Campaign Of Gujarat) તરીકે લઇ જવામાં વિપક્ષ મચી પડ્યા છે. આમ આદમી પાર્ટી ( AAP ) જો સત્તામાં આવશે તો મફત વીજળી, મોહલ્લા ક્લિનિક અને દિલ્હી અને પંજાબ જેવી સારી શાળાઓ આપવાની વાત કરી રહી છે. તો કોંગ્રેસે ( Congress )તેના ચૂંટણી ઢંઢેરામાં જ 300 યુનિટ મફત વીજળી આપવાની વાત મૂકી છે.

સરકારી શાળાઓમાં ખસ્તા હાલત નબળી આરોગ્ય સુવિધાઓ ગુજરાત આપ માટે કેન્દ્રીય આપના અરવિંદ કેજરીવાલે દિલ્હી મોડલમાં અદ્યતન શાળાઓની વાતો કરી મુદ્દો ઉછાળ્યો છે કે ગુજરાતમાં સારી સરકારી શાળાઓ નથી. જેથી વાલીઓએ મજબૂરીવશ તગડી ફી લેતી ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવા પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સારા શિક્ષણના અભાવ સહિત સરકારી શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે. આપ દ્વારા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ખસ્તા હાલતને ( Important Issues for Party Campaign Of Gujarat) લઈને પણ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. આપ ( AAP ) નેતાઓ જનતાને દર્શાવી રહ્યાં છે કે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની ભારે અછત છે. તો વીજળીના ઊંચા ભાવનો મુદ્દો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ( Congress )બંને માટે જનતાને ભાજપ સરકારથી વિમુખ કરવા માટેનો મોટો મુદ્દો છે જે લોકોને અસર કરી રહ્યો છે. બંને પક્ષોએ દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું છે.

આમ આદમી પાર્ટીના પ્રચાર મુદ્દાઓને ખાળવાની ભાજપની કોશિશ આપના મુદ્દાઓને લોકોમાં બિનઅસરકારક કરવા ભાજપ ( BJP ) સામો દાવ લેતાં દિલ્હી સરકારના શિક્ષણ અને આરોગ્ય મોડેલના છોતરાં ઉખાડી રહી છે. ભાજપનો દાવો છે કે દિલ્હીમાં શાળાઓની સુધારણા માટે નકલી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપે ગુજરાતમાં નવી અત્યાધુનિક શાળાઓ ખોલવાનો દાવો કર્યો છે.ગત મહિનાઓમાં જ પીએમ મોદીએ ગાંધીનગરમાં સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. બીજી બાજુ વીજળીને લઈને ભાજપ વળતો પ્રહાર કરે છે કે આપ ( AAP ) ની મફત યોજનાઓ દિલ્હીને વિનાશ તરફ લઈ જઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હીમાં વીજળીના ભાવ દેશમાં સૌથી વધુ છે.

સરકારી ભરતીની પરીક્ષાઓના પેપર લીક અને નોકરીની તકોમાં વિલંબ ગુજરાતમાં અનેક વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થયાના અહેવાલો સામે આવ્યા છે. જેના કારણે ભરતી પરીક્ષા મોકૂફ રાખવાની નોબતો આવી છે. યુવા વર્ગને આ વાત ખૂબ સ્પર્શી રહી છે. વિપક્ષ માટે આ પણ ચૂંટણીનો મુદ્દો છે. તેવી જ રીતે અન્ય સરકારી ભરતીઓમાં વિલંબનો મુદ્દો ( Important Issues for Party Campaign Of Gujarat) પણ ચૂંટણી રેલીઓમાં ઘણો સાંભળવા મળે છે. જો કે ભાજપ ( BJP ) નો દાવો છે કે સરકારી ભરતી પ્રક્રિયા પારદર્શક બની છે. ક્યાંય પણ કંઇક ગરબડ થવાની સંભાવના જણાયે પરીક્ષા રદ કરવામાં આવે છે. જે પરીક્ષાઓ લેવામાં આવે તેની સામે આંગળી ન ચીંધાય તેની ચોંપ રખાય છે. સરકારની રોજગાર અને સ્વરોજગાર માટેની યોજનાઓ અંગે પણ ભાજપ જોરશોરથી પ્રચાર કરે છે.

સામૂહિક મોતની કરુણાંતિકા મોરબી પુલ દુર્ઘટના અને ભ્રષ્ટાચાર 30 ઓક્ટોબરે ગુજરાતના મોરબીમાં સદી જૂનો ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના ભોગ લેવાયાં હતાં. ચૂંટણી જાહેર થવાના કલાકો ગણાતાં હતાં તેવામાં વિપક્ષ માટે આ ઘટનામાં બહાર આવેલો મોટો મુદ્દો ભ્રષ્ટાચારનો હતો. વિપક્ષોનો આરોપ છે કે સરકારે ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માટે વિચાર્યા વગર જ આ બ્રિજ શરૂ કર્યો. જે કંપનીને રિપેરિંગનું કામ આપવામાં આવ્યું હતું તેના પર પણ આરોપ મૂકાયો છે. દુર્ઘટના બાદની સ્થળ તપાસમાં મોટી મોટી ક્ષતિઓ બહાર આવી. આક્ષેપ થયો કે પૈસા લીધા બાદ બ્રિજના રિપેરિંગનું કામ એવી કંપનીને આપવામાં આવ્યું જેને આ કામગીરીનો કોઈ અનુભવ નથી. ગુજરાત ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સતત આ મુદ્દો ભૂલ્યાં વિના દોહરાવી રહી છે. વિપક્ષને બેઅસર કરવા ભાજપ ( BJP ) તેને અકસ્માત ગણાવી દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપે છે.

ખેડૂતોની સમસ્યાઓ ગુજરાતમાં ચૂંટણીના છેલ્લાં વર્ષમાં ચાલેલાં આંદોલનોમાં ખેડૂતોના આંદોલનને ન ભૂલી શકાય એવી ઉગ્રતા જોવા મળી હતી. ત્યારે ચૂંટણી પ્રચારમાં આ મુદ્દો ન ઉઠે તો જ નવાઇ. વિપક્ષો દ્વારા ખેડૂતોનો મુદ્દો જુસ્સાભેર ઉઠાવાયો છે. કોંગ્રેસ ( Congress )અને આમ આદમી પાર્ટીએ ખેડૂતોની સમસ્યોઅ, અસંતોષ અને માગણીઓની વાત કરી સતત સરકારને ઘેરી છે. છેલ્લા બે વર્ષમાં ચક્રવાત, અતિવૃષ્ટિ અને પાછોતરા વરસાદમાં ખેડૂતોને પાકને મોટું નુકસાન થયું છે એવું કહેવામાં આવી રહ્યું છે.સરકાર તરફથી વળતર ન મળ્યું તો ખેડૂતો નારાજ થયાં હતાં.રાજ્યમાં ખેડૂતોએ આ અંગે આંદોલન ( Important Issues for Party Campaign Of Gujarat) પણ શરૂ કર્યું હતું. જેની સામે ભાજપ ( BJP ) નું કહેવું છે કે સરકારે ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. ભાજપ સરકાર જ ખેડૂતોને દર મહિને તેમના ખાતામાં સન્માન નિધિ આપે છે. ખેડૂતોની દરેક સમસ્યાનું નિરાકરણ લાવે છે અને સરકારની યોજનાઓના લાભ લઇને ખેડૂતોની આવક બમણી થઇ રહી છે.

આ પણ છે મુદ્દાઓ ઉપર ચર્યા કરી એટલા જ મુદ્દાઓ છે એવું નથી. આ એવા મુદ્દાઓ છે જેને ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે ભાજપે આગળ કર્યાં અને તેનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રતિઆક્ષેપથી જવાબ આપ્યાં છે. આ સિવાય પણ જનતાના માનસમાં કેટલાક મુદ્દાઓ છે જ જેને કોંગ્રેસ અને આપ ( AAP ) દ્વારા તીવ્રતાથી ઉઠાવવામાં નથી ( Important Issues for Party Campaign Of Gujarat) આવ્યાં. એવા મુ્દ્દાઓ છે જેને ભાજપની પ્રચાર રણનીતિ દ્વારા ભૂલાવી દેવડાવવામાં આવ્યાં અથવા નબળાં ચીતરવામાં આવ્યાં છે. જૂઓ કયા છે આ મુદ્દા.

ભાજપીઓના ભ્રષ્ટાચાર ભાજપના 27 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારને લઇને મોટા મોટા કૌભાંડો બહાર આવ્યાં હોય તે પણ વિપક્ષોના ચૂંટણી પ્રચારમાં જોવા મળે છે. ભાજપ ( BJP ) ના નેતાઓની વધી રહેલી સમૃદ્ધિ ( Important Issues for Party Campaign Of Gujarat) અને લોકોની વધતી ગરીબી, કોરોનાકાળમાં લોકો માટે છૂટાં કરાયેલા નાણાંમાં, બિલોમાં થયેલી કટકીઓ, દવાઓ, મશીનો વગેરે પૂરા પાડવા આચરાયેલી ગેરરીતિઓના મુદ્દા પણ ક્યાંક ક્યાંક ઉલ્લેખિત થતાં જોવા મળે છે.. આ મુદ્દે આપ ( AAP ) કરતાં કોંગ્રેસનો ( Congress )પ્રચાર નોંધપાત્ર છે.

પાણીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા આ મુદ્દો સામે લવાતો રહ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાતમાં નર્મદા ડેમ જેવી બહુહેતુક યોજનાઓનું આખરી તબક્કામાં સબકેનાલનું કામ હજુ પણ થયું નથી. પાણીનો પ્રશ્ન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વધુ વ્યાપક ( Important Issues for Party Campaign Of Gujarat) છે. ચોમાસામાં વરસાદ ગમે તેટલો પડે પણ શિયાળો ઊતરતાં પહેલાં તો પાણીની વ્યાપક સમસ્યાઓ સામે આવવા લાગે છે. ત્યારે પીવાના પાણી ઉપબ્લધતા હોવા છતાં પાણી વિતરણમાં અવસ્થાના કારણે લોકોને તરસ્યાં રહેવું પડે છે. પાણી માટે કિલોમીટરો સુધી રઝળવું પડે છે ત્યારે ભાજપનું સામે કહેવું છે કે સરકારે પીવાના પાણી માટે અલગ અલગ વિસ્તારમાં પાણી પૂરું પાડવાનું આયોજન કર્યું છે. થોડા સમય પહેલાં દક્ષિણ ગુજરાતમાં આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં પાણી પહોંચડવાના એસ્ટોલ પ્રોજેક્ટની શરુઆત કરાવી દેવામાં આવી છે. સિંચાઇ માટે પણ સરકાર ખેડૂતોની માગણી પ્રમાણે નર્મદાનું પાણી વખતોવખત આપવાનો નિર્ણય જાહેર કરે છે. જોકે ગુજરાતની જનતા માટે પાણીનો મુદ્દો પ્રાણપ્રશ્ન હોવા છતાં યોગ્ય રીતે વિપક્ષો દ્વારા આગળ કરાતો ન હોવાનું પણ કેટલાકનું માનવું છે.

ખરાબ રોડ રસ્તા ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતાં ત્યારે રાજ્યભરમાં રોડરસ્તાનું કામ કરવામાં આવ્યું. તે બાદ હવે રાજ્યભરમાં રસ્તાઓની હાલત ખસ્તા છે. શહેરોમાં પણ વાહન ચલાવવું મુશ્કેલ બને તે પ્રકારના ખાડાઓ અને ભૂવાઓનું રાજ ( Important Issues for Party Campaign Of Gujarat) જોવા મળે છે ત્યારે આ ચોમાસામાં ભારે વરસાદના કારણે નેશનલ હાઇવે જેવા માર્ગો પણ પ્રભાવિત થયેલાં છે. જેને લઇને ઝોનદીઠ સમસ્યાઓની ભરમાર છે. ત્યારે વિપક્ષોના પ્રચારમાં આ મુદ્દાને પાછલા ક્રમાંકનું સ્થાન અપાયેલું છે. જનતા જ્યાં સ્વયંભૂ આંદોલન કરીને ઉગ્ર રોષ વ્યક્ત કરીને બહાર આવે છે તો વિપક્ષ પહોંચે છે પરંતુ રાજ્ય સરકારને આ મુદ્દે ચૂંટણી પ્રચારમાં ઘેરવામાં પાછાં પડ્યાં છે. ભાજપે ( BJP ) ચૂંટણીનું વર્ષ હોવાથી વરસાદ રોકાયા બાદથી તાત્કાલિક કોન્ટ્રાકરોને રોકડા આપીને કામ કરાવી લીધું એટલે મોટાભાગની જનતા ટાઢી પડી છે પરંતુ હજુ પણ રાજ્યમાં વ્યાપકપણે રોડરસ્તાની સમસ્યાઓ છે જે ચૂંટણી પ્રચારનો ( Gujarat Assembly Election 2022 ) મુદ્દો જ છે પરંતુ વિપક્ષ( Congress ) તેને કૂણી નજરે જોઇ રહ્યાં છે.

કોન્ટ્રાક્ટ પ્રથા અને ખાનગીકરણ ભાજપના શાસન સાથે આ એક નવતર અભિગમ સાથે શરુ થયેલી ખાયકી અને ગેરરીતિઓનું મૂળ બની ગઇ છે. સરકારી કામકાજોમાં સરકારી નોકરીઓમાં મળતિયાઓને કોન્ટ્રાક્ટના કામો સોંપી પ્રજાના નાણાંનો કેવો ગફલો ( Important Issues for Party Campaign Of Gujarat) કરવામાં આવે છે તેના પર પ્રકાશ પાડવામાં વિપક્ષ નિષ્ફળ રહ્યો છે તેવી જ રીતે ચૂંટણીના ટાણાંમાં આ મુદ્દાને અસરકારકપણે જાગતો રાખવામાં પણ વિપક્ષ નિષ્ફળ રહ્યો છે. સરકારના મહેકમોમાં પાંચ વર્ષના કરારો કરી નોકરીએ લેવાયેલાં શિક્ષકો, તબીબી સ્ટાફ, કે મહેસૂલ સહિતના વિભાગોના કર્મચારીઓ તમામમાં વર્ષોથી ફિક્સ પગારમાં શોષણનો ભોગ બનતાં પ્રજાજનોનો આક્રોશ ચૂંટણીનો જ મુદ્દો છે. આ મુદ્દાઓને ભૂલાવી દેવામાં ભાજપ ( BJP ) સફળ રહ્યો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ( AAP ) ચૂંટણીમાં જનતાનો અવાજ બનવાનો જોશ ન જાગ્યો એ ચર્ચાનો મુદ્દો છે. રેલવે સેવાનું ખાનગીકરણ, જાહેર પરિવહન સેવાનું ખાનગીકરણ આ બધા પણ એવા મુદ્દા છે ( Gujarat Assembly Election 2022 ) જેને વિપક્ષે ( Congress )આક્રમકતાથી ઉઠાવ્યાં નથી.

ગુજરાતમાં દારુ અને ડ્રગ્ઝનું દૂષણ છેલ્લાં એક વર્ષમાં ગુજરાતમાં પાકિસ્તાન સરહદેથી, રાજસ્થાન સરહદેથી અને દરિયાઇ માર્ગે થતી દારુ અને ડ્રગ્ઝની ઘૂસણખોરીથી સૌનું ધ્યાન ખેંચાયું હતું કે કરોડોના કરોડો રુપિયાનો નશાનો વેપાર થવામાં ગુજરાત ટ્રાન્સિટ પોઇન્ટ ( Important Issues for Party Campaign Of Gujarat) બની ચૂક્યું છે. ગુજરાતના યુવાનોમાં દારુ અને ડ્ગની બદી વધારતી ભાજપ સરકારની આંખ આડા કાન કરવામાં કાયદો અને વ્યવસ્થાને લૂણો લાગ્યાની બૂમરાણ ચૂંટણી પહેલાં જેટલી કોંગ્રેસ ( Congress ) અને આમ આદમી પાર્ટીએ ઉઠાવી છે તે ખરેખરા ચૂંટણી જંગના પ્રચારટાણે જોવા ન મળતો મુદ્દો છે. દારુના ટ્રકોના ટ્રકો પકડાય ત્યારે તેના કેસો કઇ રીતે દબાઇ જાય છે તે વિશે વિપક્ષો દ્વારા ઠોસ વિરોધના કાર્યક્રમ ક્યાંય જોવા મળતાં નથી. ભાજપે ( BJP ) આ મુદ્દે સામી સોગઠી મારી દીધી છે કે સરકારની સખત કાર્યવાહીના કારણે જ આટલી મોટી માત્રામાં દારુ અને ડ્રગ પકડાયાં છે. ગુજરાત ચૂંટણીને ( Gujarat Assembly Election 2022 ) લઇને ગોઠવાયેલા પોલીસ ચેકિંગમાં મોટી માત્રામાં નશીલા પદાર્થ પકડાયાં છે જે લોકોના ધ્યાનમાં છે પણ વિપક્ષની નજરે ન ચડેલો મુદ્દો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.