સુરત: લંબે હનુમાન રોડ પર રહેતા ૫૩ વષીય કંકુબેન નામના મહિલાએ ગત વર્ષે એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેમની અન્નનળીને નુકસાન થયું હતું. પરિવારજનો જ્યારે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતાં જ્યાં પેટમાં નળી નાખી પ્રવાહી આપવામાં આવી રહ્યું હતું. જેથી મહિલાને તકલીફ પડી રહી હતી જોકે, ત્યાર બાદ તેમને સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સર્જરી વિભાગના તબીબોની ટીમ દ્વારા ગત તા. ૧૮મીએ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ૮-૯ કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં તબીબોએ મહિલાના મોટા આંતરડામાંથી અમુક ભાગ લઈ નવી અન્નનળી બનાવી હતી.
સુરતની સ્મીમેર હોસ્પિ.ના તબીબોએ મહિલાની નવી અન્નનળી બનાવી, એસિડ પી લેતા અન્નનળી થઈ હતી ખરાબ
Published : Jun 27, 2024, 11:46 AM IST