લિફ્ટમાં ફસાતા કામદારે જીવ ગુમાવ્યો, કામરેજના ધોરણ પારડી ગામનો બનાવ - Surat worker death - SURAT WORKER DEATH
🎬 Watch Now: Feature Video
Published : Mar 26, 2024, 10:49 AM IST
સુરત : કામરેજ તાલુકાના ધોરણ પારડી સ્થિત અમીદીપ પેકેજીંગ નામની કંપનીમાં એક કારીગરે જીવ ગુમાવ્યો છે. અહીં લિફ્ટમાં ફસાઈ જતા એક કારીગરનું મોત નિપજ્યું હતું. આ અંગે કામરેજ પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનામાં એકનું મોત થયું છે. કામરેજ પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને આગળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. -- ઓમદેવસિંહ જાડેજા (PI, કામરેજ પોલીસ મથક)
પરપ્રાંતીય યુવકનું દુઃખદ મોત : મળતી માહિતી અનુસાર મૃતક 23 વર્ષીય શુભમ આનંદકુમાર પાઠક સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ધોરણ પારડી નજીકના ગાયપગલા ખાતેની ગાયત્રીનગર સોસાયટીમાં રહે છે. મૂળ ઉત્તરપ્રદેશનો આ યુવક ધોરણ પારડી સ્થિત અમીદીપ પેકેજીંગ કંપનીમાં કામ કરતો હતો. સવારના નવ વાગ્યાની આસપાસ ફેકટરીમાં કામ કરતા સમયે શુભમ લિફ્ટમાં ફસાઈ ગયો હતો. જેમતેમ તેને બહાર કાઢી બેભાન અવસ્થામાં સારવાર અર્થે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે મૃતકના સંબંધી અને ધોરણ પારડીની ગાયત્રી નગર સોસાયટીના રહીશ મનીષ રવીન્દ્ર શુકલાએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.