આદર્શ આચાર સંહિતાના અમલ સાથે પશ્ચિમ કચ્છ પોલીસ એક્શન મોડમાં, ચેકપોસ્ટ પર કામગીરી હાથ ધરી - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video


Published : Mar 24, 2024, 9:52 AM IST
કચ્છ: લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના પડધમ વાગી ચૂક્યા છે. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે આદર્શ આચારસંહિતાનો અમલ પણ શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. ત્યારે સરહદી જિલ્લા કચ્છમાં આદર્શ આચાર સંહિતાની અમલ સાથે પશ્ચિમ કચ્છ પોલીસ એક્શન મોડમાં આવી છે. આજે સવારથી દેશલપર ચેકપોસ્ટ પર માનકુવા પોલીસે સઘન ચેકીંગ હાથ ધરી હતી અને લાયસન્સ, નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ સહિતની કામગીરી કરવામાં આવી હતી. માનકુવા પોલીસ દ્વારા દેશલપર ચેકપોસ્ટ પર સીસીટીવી ફૂટેજ સાથે શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી રહી છે. માનકુવા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એન.વસાવા સહિતની ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી.