દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાએ ધમરોળ્યું, ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની - gujarat weather update - GUJARAT WEATHER UPDATE
🎬 Watch Now: Feature Video


Published : Sep 27, 2024, 4:03 PM IST
સુરત: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ છેલ્લી ઈનિંગમાં પણ ધબડાટી બોલાવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ત્યારબાદ બીજા દિવસે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ છવાલેયું જોવા મળ્યું હતું. તાપમાન ઘટી જતાં ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે ધુમ્મસ છવાઈ ગયું હતું. જેને પગલે હિલસ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. જ્યારે વલસાડ જિલ્લાના ઉમરગામમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં યલ્લો એલર્ટ જારી કર્યુ છે. ત્યારે આજરોજ તાપી જિલ્લામાં ભારે વરસાદ વરસતા નદી-નાળાઓ ગાંડાતૂર થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બારડોલી નગરમાં પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે વહી રહી છે. મીંઢોળા નદીનો હાઈ બેરલ બ્રિજ લગોલગ પાણી જઈ રહ્યા છે. જેને લઇને તંત્ર સતર્ક થઈ ગયું છે. બારડોલી પોલીસ દ્વારા બ્રીજના બન્ને છેડે બરિકેટ મૂકી દઈને લોકોની અવર જવર બંધ કરી દીધી હતી. જ્યાં સુધી જળ સ્તરમાં ઘટાડો ન થાય ત્યાં સુધી નદી નજીક ન જવા અપીલ કરવામાં આવી હતી.