ઉકાઇ ડેમમાં પાણીની આવક, 4 દરવાજા 4 ફૂટ ખોલી તાપીમાં પાણી છોડાયું - Ukai dam gates opened - UKAI DAM GATES OPENED
🎬 Watch Now: Feature Video


Published : Aug 7, 2024, 9:08 AM IST
તાપી: ઉકાઇ ડેમના ઉપરવાસમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત પાણીની આવક થતાં C છે. ડેમના દરવાજા ખોલી 40,288 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના ઉપરવાસ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને પગલે ડેમમાં 97,969 ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે ડેમની જળસપાટી 334.27 ફૂટને પાર પહોંચી છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ હોવાથી ડેમનાં સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેઇન કરવા તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ચાલુ માસ અને સપ્ટેમ્બર માસમાં પડતા વરસાદને કારણે ડેમના સત્તાધીશો દ્વારા દરવાજા ખોલી પાણી છોડાઇ રહ્યું છે. ડેમના સત્તાધીશોનું કહેવું છે કે, ચાલુ માસ અને સપ્ટેમ્બર માસમાં પડતા વરસાદથી ડેમ તેની સંપૂર્ણ સપાટી 345 ફૂટ પર પહોંચી જશે. જે દક્ષિણ ગૂજરાત ના ખેડૂતો ને સિંચાઇ તથા પશુપાલન, ઉદ્યોગો માટે પૂરતું પાણી મળી રહેશે.