ભારત બંધને સ્વેચ્છિક સમર્થન : ઉમરપાડામાં સવારથી બજારો સૂમસામ, રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ - Bharat Bandh - BHARAT BANDH
🎬 Watch Now: Feature Video
Published : Aug 21, 2024, 2:18 PM IST
સુરત : સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલેયર લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર આ કાયદો લાવે એ પહેલા વિરોધ સર્જાયો અને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશનના (NACDAOR) નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. ભારત બંધના એલાનને ઉમરપાડા તાલુકામાં સારો પ્રતિસાદ મળ્યો હતો. ઉમરપાડા ટાઉન અને કેવડી ટાઉન સંપૂર્ણ બંધ રહ્યું હતું. શહેરમાં મોટાભાગના લોકો સ્વેચ્છિક આ બંધમાં જોડાયા અને સવારથી બજારો સુમસામ જોવા મળી રહી છે. જોકે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉમરપાડા પોલીસ વિભાગ દ્વારા પણ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.