રાજકોટમાં NEET પેપર લીકને લઇને NSUI દ્વારા ઉગ્ર વિરોધ, પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકરોની અટકાયત - NSUI protests over NEET paper leak
🎬 Watch Now: Feature Video
Published : Jul 22, 2024, 7:46 PM IST
રાજકોટ: NEET પેપર લીકને લઇને NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. NSUIના કાર્યકર્તાઓએ વિરોધ કરીને પોતાની માંગણી સામે મૂકી હતી. આ સાથે કાર્યકર્તાઓએ NEET પેપર કાંડ મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રીના નામના હાય હાયના નારાઓ લગાવ્યા હતા અને NTA સામે તપાસ અને તેને બેન કરવાની માંગ કરી હતી તેમજ કાર્યકર્તાઓએ NTAના પૂતળાનું દહન પણ કર્યું હતું. NSUIના પ્રદેશ પ્રમુખ સહિત કાર્યકરોએ કાલાવડ રોડ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ, આ સાથે RK યુનિવર્સિટી સેન્ટર સામે તપાસ થાય તેવી માંગ NSUIના કાર્યકરોએ કરી હતી તેમજ નીટના રિઝલ્ટ મુદ્દે પણ વિરોધ કરતા કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરી હતી અને તેમની સામે કાર્યવાહી કરી હતી.