જામનગરમાં વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ફરી આડી ઉતરી ભેંસ - Vande Bharat train accident - VANDE BHARAT TRAIN ACCIDENT
🎬 Watch Now: Feature Video


Published : Apr 1, 2024, 5:10 PM IST
જામનગર : જામનગર રેલવે સ્ટેશન નજીક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો છે. જામનગરથી ઓખા જતી વેળાએ વંદે ભારત ટ્રેન સાથે આ બનાવ બન્યો હતો. જેમાં જામનગર શહેરના ધરાનગર વિસ્તાર પાસે ગત રાત્રે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે ભેંસ ટકરાઈ હતી. જેના પગલે ટ્રેનના એન્જિનના ભાગમાં નુકસાન થયું છે. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. વંદે ભારત ટ્રેન થોડા સમય પહેલા જ ઓખા સુધી લંબાવવામાં આવી હતી. જામનગર નજીક પૂર ઝડપે જઈ રહેલી ટ્રેન આગળ એકાએક ભેંસ આવી જતાં અકસ્માત સર્જાયો હતો. થોડા સમય માટે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને રેલવે પોલીસ તેમજ રેલવે સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. થોડા સમય રોકાયા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.