મોરબીના ટીંબડી પાટિયા નજીકથી યુરીયા ખાતરનો જથ્થો ઝડપાયો, 4 વિરુદ્ધ ફરિયાદ - urea fertilizer seized near Timadi - UREA FERTILIZER SEIZED NEAR TIMADI
🎬 Watch Now: Feature Video
Published : Jun 27, 2024, 8:04 PM IST
મોરબી: તાલુકાની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીંબડી ગામના બસ સ્ટેન્ડ પાછળથી આઈસર શંકાસ્પદ જણાઈ આવી હતી. જેની તલાશી લેતા બોરીઓ ભરેલ હતી જેના પર કોઈ માર્કો લખેલ ન હતો. જેથી બોરીઓ બાબતે આધાર પુરાવા માંગતા ચાલકે આધાર પુરાવા ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ચકાસણી કરતા બોરીઓમાં યુરીયા ખાતર ભરેલ હતા. જેનું વજન કરતા કુલ 22,390 કિલોગ્રામ થયું હતું. જે યુરીયા ખાતર કિંમત રૂ 97,680 અને વાહનો સહિતનો મુદામાલ કબજે લીધો હતો. શખ્સોએ હળવદના નાડધ્રી ગામથી જથ્થો ભર્યો હતો.
મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા વનરાજભાઈ ચાવડાએ આરોપીઓ આઈસર (GJ36V6984)ના ચાલક પ્રવીણ રણજીત ઠાકોર (રહે. વિરોચાનગર તા. સાણંદ અમદાવાદ), આઈસર (GJ36T9970)ના ચાલક દિનેશ કાળુભાઈ નાથજી (રહે. ટીંબડી તા. મોરબી), અને માલ ભરી આપનાર વિજય ભરવાડ (રહે. ચુંપણી તા. હળવદ) તેમજ માલ મંગાવનાર મુન્નાભાઈ ઝાલાભાઈ ગોલતર (રહે. વટવા, અમદાવાદ) એમ ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીછે.
પોલીસે 97 હજારથી વધુનો જથ્થો કબજે લીધો: પી એસ આઈ બી એમ બગડાએ જણાવ્યું હતું કે આમ નીમ કોટેડ યુરીયા ખાતર આશરે 16,280 કિલોગ્રામ કુલ કિંમત રૂ 97,680 ખાતર ખેતી સિવાયના વપરાશ માટે ઉપયોગમાં લેવાનું નજરે જણાઈ આવ્યું હતું. જેમાં નિયંત્રણ હુકમ અન્વયે રસાયણિક ખાતર મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.