કડિયાકામ કરનાર પિતાના પુત્ર આકાશ ચાવડાએ UPSC ક્લીયર કરી માત્ર કુટુંબ જ નહિ સમગ્ર જામનગર પંથકને અપાવ્યું ગૌરવ - UPSC 2023
🎬 Watch Now: Feature Video
Published : Apr 17, 2024, 4:46 PM IST
જામનગર: આકાશ ચાવડા નામક વિદ્યાર્થીએ UPSC 2023 ક્લીયર કરી છે. આકાશ ચાવડા અત્યંત સામાન્ય પરિવારથી બીલોન્ગ કરે છે. તેમના પિતા કડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આકાશ ચાવડા છેલ્લા 6 વર્ષથી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હતા. 3જા પ્રયત્નમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર આકાશ ચાવડાએ કોઈપણ જગ્યાએ ટ્યુશન ક્લાસીસ રાખ્યા ન હતા. એક સમયે ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે આકાશ ચાવડાએ પરિવારના ગુજરાત માટે સરકારી નોકરીની જરૂરિયાત ઊભી થઈ હતી. તેમણે જીએસટી વિભાગમાં પરીક્ષા પાસ કરી અને નોકરી મેળવી હતી. આકાશ ચાવડા હાલ જામનગર જીએસટી વિભાગમાં ટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આકાશ ચાવડાએ જણાવ્યું હતું કે, યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે દિલ્હી કે ગાંધીનગર જવું જરૂરી નથી કારણ કે જો તમારામાં મહેનત કરવાની ધગશ હોય તો UPSCની પરીક્ષા કોઈપણ જાતના ટ્યુશન વગર પાસ કરી શકાય છે.