નવાપરા જીઆઈડીસીમાં હાર્ટ એટેકથી કામદારનું મોત, મચ્યો હોબાળો - Employee dies of heart attack - EMPLOYEE DIES OF HEART ATTACK
🎬 Watch Now: Feature Video
Published : Jun 6, 2024, 5:46 PM IST
સુરત: જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા ગામની GIDC માં ગત મોડી રાત્રે કામદારોએ વધુ એકવાર હોબાળો મચાવ્યો હતો. નવાપરા GIDCની એક કંપનીમાં કામ કરતા કામદારને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. જે વાત વાયુ વેગે પ્રસરી જતાં કામદારો એકઠા થવા લાગ્યા હતા અને હોબાળો મચાવી રસ્તો રોકી દીધો હતો. જેને લઇને કોસંબા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. વળતરની માંગને લઇને કામદારોએ ઉગ્ર બબાલ કરી એમ્બ્યુલન્સને પણ રોકી દીધી હતી. પરિસ્થિતિની સાંખી ગયેલ પોલીસે તુરત યુદ્ધના ધોરણે સમજાવટ કરી હતી અને કામદારોને શાંત કર્યા હતા. બન્ને પક્ષ વચ્ચે સુખદ સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે, થોડા મહિના અગાઉ આ GIDC વિસ્તારમાં એક કામદારના મોતના કારણે ફેલાયેલ અફવાને લઇને પોલીસ પર પથ્થર મારો થયો હતો. સરકારી વાહનોને મોટું નુકશાન થયું હતું. જેને ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસનો મોટો કાફલો તુરત સ્થળ પર દોડી ગયો હતો.
કોસંબા પોલીસ મથકના ASI નલિન ભાઈએ જણાવ્યું હતું કે, મૃતક નું પ્રવેશ રામસીંગ ગાડ હોવાનું જાણવા મળ્યું હતું. કંપનીમાં કામ કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા તે બેભાન થઈ ગયો હતો, એને તુરત નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેઓને મરણ જાહેર કર્યો હતો.