દરિયા કિનારે સ્ટંટ કરવા ભારે પડયા, બે થાર દરિયામાં ફસાઈ, પોલીસે નોંધ્યો ગુનો - thar cars got stuck at beach - THAR CARS GOT STUCK AT BEACH
🎬 Watch Now: Feature Video
Published : Jun 24, 2024, 8:52 AM IST
કચ્છ: મુન્દ્રા તાલુકાના યુવકોને દરિયા કિનારે સ્ટંટ કરવાનું ભારે પડી ગયું હતુ. મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદરના દરિયા કિનારે બે થાર ચાલક સ્ટંટ કરવા જતાં બંનેની થાર દરિયાના પાણીમાં ફસાઈ ગઈ હતી, જેમાંથી એક થારનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. થાર ફસાઈ જતાં સ્થાનિકોએ ટ્રેકટર વડે બહાર કાઢી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થતાં મુન્દ્રા મરીન પોલીસે બંને કારચાલકો વિરુધ્ધ ગુનો દાખલ કરી બંને કાર ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બંને કારના માલિક વિરુધ્ધ ઈપીકો કલમ 279, 114 તથા મોટર વેહિકલ એક્ટની કલમ 177, 184 હેઠળ ગુનો દાખલ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે, લોકો સસ્તી પબ્લિસિટી અને સોશિયલ મીડિયામાં લોકપ્રિય થવા માટે રિલ બનાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકતા અચકાતા નથી.