સુરતમાં બે રત્નકલાકારોએ જીવન ટૂંકાવ્યું, એક મૃતકની ઉંમર તો માત્ર 18 વર્ષ... - Surat suicide case - SURAT SUICIDE CASE
🎬 Watch Now: Feature Video
Published : Jul 29, 2024, 10:38 AM IST
સુરત : કોઈ કારણોસર સુરતના બે રત્નકલાકારોએ આપઘાત કર્યાના બનાવ બન્યો છે. પ્રથમ બનાવ અંગે સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગતો મુજબ ડીંડોલીમાં નવાગામમાં મહાદેવનગરમાં રહેતા 32 વર્ષીય યોગેશ ભગવાન કોળીએ ઘરમાં લોખંડના હૂક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યું કે, યોગેશ છેલ્લા કેટલાક સમયથી ખેંચની બીમારીથી પીડાતો હતો. જેના લીધે તેને ખોરાક પચતો ન હતો. જોકે તે બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હતું. મૃતક છૂટક મજૂરી કામ કરતો હતો અને એક સંતાન છે.
બીજા બનાવ અંગે મળતી માહિતી અનુસાર મૂળ ઓરિસ્સાના વતની અને હાલ કાપોદ્રામાં રહેતી 18 વર્ષીય રૂપાલી ચંદાએ ગત 20 જુલાઈએ ઝેરી દવા પીધી હતી. રૂપાલીને સારવાર માટે પ્રથમ સ્મીમેર હોસ્પિટલ અને વધુ સારવાર માટે નાનપુરા ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન રૂપાલીનું મોત નીપજ્યું હતું. રૂપાલીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ રહસ્ય છે. આ બનાવો અંગે કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે.