ટ્રેક્ટર લઈને નીકળ્યા કોંગી ઉમેદવાર રામજી ઠાકોર, મહેસાણામાં કોંગ્રેસની ટ્રેક્ટર રેલી - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 5, 2024, 6:17 PM IST
મહેસાણા : લોકસભા ચૂંટણી 2024 પ્રચારના પડઘમ હવે શાંત થશે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરના ચૂંટણી પ્રચાર અંતર્ગત ટ્રેક્ટર રેલી યોજાઈ હતી. જેમાં રામજી ઠાકોર ખુદ ટ્રેક્ટર ચલાવીને જનતા વચ્ચે પહોંચ્યા હતા. મહેસાણા શહેરના વિવિધ વિસ્તારમાં યોજાયેલ કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરની ટ્રેક્ટર રેલીમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર સહિત વાહનો જોડાયા હતા. ઉપરાંત અન્ય સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું કે, હાલની સરકારના રાજમાં મોંઘવારીના કારણે લોકો પરેશાન છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે. ઉપરાંત વધુ લીડ સાથે આ ચૂંટણીમાં જીતની આશા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે વ્યક્ત કરી હતી.