આજે શ્રાવણ વદ સાતમના દિવસે સોમનાથ મહાદેવને સૂર્ય દર્શન શ્રીંગારથી શોભાયમાન કરાયા - SOMNATH SURYA DARSHAN SHRINGAAR - SOMNATH SURYA DARSHAN SHRINGAAR
🎬 Watch Now: Feature Video
Published : Aug 25, 2024, 8:52 PM IST
ગીર સોમનાથ: આજે શ્રાવણ વદ સાતમના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને સૂર્ય દર્શન શ્રીંગારથી શોભાયમાન કરાયા હતા. પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિમાં 12 સૂર્ય મંદિરો અસ્તિત્વ ધરાવતા હતા ત્યારે પ્રકાશ અને ઊર્જાના પ્રતીક સમાન સૂર્ય મંદિરોની પ્રતીતિના પ્રતિકાત્મક રૂપે સોમનાથ મહાદેવને સૂર્ય દર્શન શણગાર કરવામાં આવ્યો હતો જેના દર્શન કરીને શિવ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. પવિત્ર શ્રાવણ માસ ને હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે આવા સમયે સોમનાથ મહાદેવને આજે શ્રાવણ વદ સાતમના દિવસે સૂર્ય દર્શન શ્રીંગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ કે જ્યાં સ્વયમ સોમેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના ભગવાન ચંદ્ર એ કરી છે તેવા સોમનાથ મહાદેવને સૂર્ય દર્શન શ્રીંગાર કરીને પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિમાં અસ્તિત્વ ધરાવતા બાર જેટલા સૂર્ય મંદિરોની પ્રતિકાત્મક પ્રતીતિ રૂપે શિવ ભક્તો મહાદેવની સાથે પ્રકાશ અને ઊર્જાના પ્રતીક ભગવાન સૂર્યના પણ દર્શન કરી શકે તે માટે સોમનાથ મહાદેવને સૂર્ય દર્શન શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા જેના દર્શન કરીને શિવભક્તો ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી .