મંદિરની દાનપેટીને કટર વડે કાપીને ચોરી કરી ચોર ફરાર, CCTVમાં કેદ થઈ ચોરીની ઘટના - thif in rameshvar tempal - THIF IN RAMESHVAR TEMPAL
🎬 Watch Now: Feature Video
Published : Aug 3, 2024, 10:53 AM IST
વલસાડ: વલસાડ જિલ્લામાં પારડી તાલુકાના ઉદવાડા પાસે આવેલા પલસાણા ગામમાં નદી કિનારે આવેલા રામેશ્વર મહાદેવના મંદિર જેને ગંગાજી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં ચોરોએ હાથ ફેરો કર્યો હતો. રાત્રિ દરમિઆન આવેલા ચોરે ગ્રાંડિંગ મશીન વડે દાન પેટી કાપી હતી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટી એવા રમેશગીરી અમ્રતગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, તેઓ ગત 31 જુલાઇના બુધવારના રોજ સાંજે નિયમ મુજબ પુજા આરતી કરી સાતેક વાગ્યે મંદિર બંધ કરી ઘરે ગયા હતા. ત્યારે રાતે બાર થી પોણા એક વાગ્યાની આસપાસ ચોરે આ મંદિરને નિશાન બનાવ્યું હતું. મંદિરના ત્રણ દરવાજા પૈકી એક દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસેલા ચોરે મંદિરના રંગમંડપના ભાગે રાખેલી લોખંડની બે જેટલી દાન પેટી કટર મશીન વડે કાપી દાનની અંદાજે રોકડ રકમ 15 હજાર તેમજ ગર્ભગૃહમાં મહાદેવજી પાસેનો પિત્તળનો નાગ, પિત્તળનું છત્તર મળી કુલ 25 હજાર રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. આ અંગે પૂજારી રમેશગીરી પારડી પોલીસને જાણ કરી હતી જેને પગલે પારડી પી.આઈ સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને મંદિરમાં લાગેલા CCTV ફૂટેજ મેળવી ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.