બાળકીઓ સાથે થયેલી ઘટનાને લઈને માંગરોળ મામલતદાર કચેરી ખાતે આદિવાસી સમાજે આવેદન પત્ર આપ્યું
🎬 Watch Now: Feature Video
Published : Oct 8, 2024, 11:01 PM IST
સુરત: દાહોદ અને માંડવી તાલુકામાં બાળકીઓ સાથે થયેલા શારીરિક અડપલાને લઈને માંગરોળ તાલુકા મામલતદાર કચેરી ખાતે આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને કડક સજા થાય એવી માંગ કરવામાં આવી હતી. થોડા દિવસ અગાઉ દાહોદ જિલ્લામાં એક શાળામાં 6 વર્ષની બાળકી સાથે શાળાના આચાર્ય ગોવિંદ નટે દુષ્કર્મનો પ્રયાસ કર્યા બાદ મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેને લઇને સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા હતા. પોલીસે ગણતરીના દિવસો જ આરોપીને ઝડપી લીધો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. હજુ આ ઘટનાની શ્યાહી સુકાઇ નથી. ત્યાં માંડવી તાલુકાની નરેન ગામની આશ્રમ શાળામાં શાળાનાં આચાર્યએ 4 થી વધુ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરતા આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠયો હતો. સુરત જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો એકઠા થયા હતા અને માંગરોળ તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.