સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મેઘરાજાની પધરામણી થતા ખેડૂતો ખુશ ખુશાલ થયા - Rain in Allpad taluka of Surat district
🎬 Watch Now: Feature Video
સુરત: આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક ઠેકાણે ધીમીધારે તો કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.સુરત જિલ્લામાં પણ છુંટો છવાયો વરસાદ વરસ્યો હતો.
ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અસહ્ય બફારા વચ્ચે ગતમોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ગત મોડી રાત્રે ઓલપાડ તાલુકાના કિમ,મુલદ, કઠોદરા, કુડસદ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. વરસેલા વરસાદને લઈને વાતાવરણના ઠંડક પ્રસરી ગઇ હતી અને ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા. આ વર્ષે સારો વરસાદ થશે તેવી ખેડૂતોને આશાઓ બંધાઈ છે. સુરત જિલ્લાના ખેડૂત મનહર ભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી બહુ ગરમી પડી રહી છે.ત્યારે હાલ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સાથે જ ખેડૂતોએ પણ વરસાદ પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આ વરસાદ ખેડૂતો માટે લાભદાયક સાબિત થશે.