Shri Ram Bhagwan : મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ દ્વારા કંપનીમાં શ્રી રામ ભગવાનની પ્રતિકૃતિ વાળી ટાઇલ્સ છાપી - undefined
🎬 Watch Now: Feature Video
Published : Jan 21, 2024, 10:35 AM IST
મોરબી : આગામી તારીખ 22મીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ દ્વારા વેપારીઓને પ્રભુ શ્રી રામની પ્રતિકૃતિ સાથેની ટાઇલ્સ ગિફ્ટ આપવા માટે વિશિષ્ટ ટાઇલ્સનું ઉત્પાદન કર્યું છે. મોરબી સિરામિક નગરી રામ નામના નામે રંગાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં સિરામિક યુનિટો પર પણ શ્રી રામના ધ્વજ લગાવવામાં આવ્યા હતા અને સિરામિક ઉધોગપતિઓમાં પણ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.
વેપારીઓને ગિફ્ટ આપશે : મોરબી સિરામિક ઉદ્યોગપતિઓએ અનોખી રામ ભક્તિ દર્શાવી છે. તેઓ દ્વારા તમામ વેપારીઓને શ્રીરામના ચિત્રવાળી ટાઇલ્સ ભેટમાં આપવા માટે પોતાની ફેકટરીમાં જોરશોરથી પ્રભુ શ્રી રામના ચિત્ર વાળી ટાઇલ્સ નું ઉત્પાદન શરૂ કર્યું છે. તેઓ પોતાની ફેક્ટરીમાં રામ મંદિર મહોત્સવ અંતર્ગત અયોધ્યા રામ મંદિર અને ભગવાન શ્રીરામના ચિત્ર વાળી ટાઇલ્સ બનાવી છે. અને પોતાના દરેક વેપારીઓને આ ટાઇલ્સ ગિફ્ટમાં આપવામાં આવનાર છે તેમજ સાથે પ્રસાદી પણ મોકલવામાં આવશે.