અમદાવાદના વાતાવરણમાં સાંજે પલટો, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી - Ahmedabad weather change - AHMEDABAD WEATHER CHANGE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Apr 14, 2024, 10:43 PM IST

અમદાવાદ: હવામાન વિભાગની આગાહીના પગલે સાંજ અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજ શેલા, ઘુમા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી. શહેરના નાના ચિલોડા અને ઈન્દિરા બ્રિજ પાસે માવઠું થયું હતું. જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ભાર પવન ફૂંકાયો હતો. વિવિધ વિસ્તારો જેવા કે સાઉથ બોપલ, બોપલ, શેલા, ઘુમા, બાપુનગર, ચાંદખેડા, મણીનગરમાં ભારે પવન ફૂંકાયો હતો. બીજી તરફ વિઝિબિલિટી ઘટી ગઈ હતી. રવિવારે સાંજે આવેલા વાતાવરણના પલટોને પલગે ઘરેથી ફરવા નીકળવાની તૈયારીઓ કરતાં અમદાવાદીઓનો પ્લાન પણ બગડી ગયો હતો. ભારે પવન ફૂંકાતા શહેરના વિવિધ વિસ્તારોમાં સાઉથ બોપલ, શેલા, ઘુમા, બોડકદેવ, થલતેજ, મકરબા, ગોતા, ચાંદખેડા, રાણીપ, નરોડા સહિતના વિસ્તારમાં ઘૂળની ડમરીઓ ઉડી હતી. જેને પગલે માર્ગો પર વાહન લઈને નીકળેલા લોકોને મુશ્કેલીઓની સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાશે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો નોંધાશે તેવું અનુમાન છે. મહત્તમ તાપમાનની વાત કરતા તેમણે જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 38.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ ભૂજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.