મહેસાણાના વડસ્મા ગામની 12000 વસ્તીને થઇ પાણીની સમસ્યા,લોકો થયા પરેશાન - Water problem of Vadasma village - WATER PROBLEM OF VADASMA VILLAGE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : May 29, 2024, 5:38 PM IST

Updated : May 29, 2024, 5:57 PM IST

મહેસાણા: એક તરફ સરકાર કહે છે કે, ગરમીમાં પાણી વધુ પીવો  પરંતુ મહેસાણાના એક ગામની સમસ્યા એવી છે કે, પીવાના પાણીનો બોર બગડતા આકરી ગરમીમાં જ પીવાનું પાણી ભરવા બહાર જવું પડે છે. મહેસાણાના વડસ્મા ગામના ગ્રામજનોને આકરી ગરમીમાં ઘરમાં રહેવાને બદલે પાણી ભરવા બહાર નીકળવું પડે છે. બપોરનો સમય થતા પાણીના ટેન્કરમાંથી પાણી ભરવા માટે મહિલા, પુરુષો, બાળકો અને વૃદ્ધો બધા જ ટેન્કર આગળ લાઈનમાં લાગેલા જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને એમ લાગશે કે, મહેસાણાના છેવાડાના કોઈ ગામની પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. 

12000 લોકોની વસ્તી સામે એક જ પાણીનો બોર

મહેસાણાના લાંઘણજ નજીક વડસ્મા ગામ અત્યારે પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સરકાર કહે છે કે, બપોરના સમયમાં આકરી ગરમીથી બચવા બહાર નીકળવું નહીં. આવી ગરમીમાં વધુ ગરમીમાં પાણી વધુ પીવું જોઇએ. પરંતુ અહીં તો ગરમીમાં જો બહાર ના નીકળે તો તરસ્યા મરવું પડે એવી સ્થિતિ વડસ્મા ગામમાં સર્જાઈ છે. વડસ્મા ગામમાં 12,000ની વસ્તી વચ્ચે માત્ર એક જ પાણીનો બોર કાર્યરત છે અને એ પણ બગડી જતા આ પાણીની સમસ્યાનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે. અને રોજ પાણીના ટેન્કરો થકી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગ્રામજનો અને પંચાયતની માગણી છે કે, ગામને બીજો બોર આપવામાં આવે. જેથી એક બોર બગડે તો બીજો બોર કાર્યરત રહે અને પાણીની સમસ્યા ન સર્જાય. બીજો બોર મંજુર થઈ ગયો છે પરંતુ બોર બનાવવાની કામગીરી હજુ શરૂ કરાઈ નથી અને આ વિલંબને કારણે ગરમીના સમયે એક બોર બગડી જતા ગ્રામજનો પાણી વગર હેરાન પરેશાન થઈ રહ્યા છે. 

  1. આવનારા સાંસદ પાસે અમદાવાદના નાગરિકોની શું છે અપેક્ષા, જાણો - AHMEDABAD PEOPLE REACTION
  2. Ipl T20 ફાઇનલ મેચ ઉપર સટ્ટો રમાડતા 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા, ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા હતા - betting on IPL T20 final match
Last Updated : May 29, 2024, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.