સોનગઢ સ્થિત ગાયકવાડી રાજના કિલ્લાએ સફેદ વાદળોની ચાદર ઓઢી - Rain In Tapi - RAIN IN TAPI
🎬 Watch Now: Feature Video
Published : Jul 4, 2024, 8:38 PM IST
તાપી: જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સોનગઢ સ્થિત કિલ્લાના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. સોનગઢમાં આવેલ ગાયકવાડી રાજનો કિલ્લો વાદળોથી ઢંકાયો હતો. સફેદ વાદળોની ચાદર ગાયકવાડી રાજના કિલ્લા એ ઓઢતા આહલાદક દ્રશ્યો જોવા મળતા લોકોએ નજારાની મજા માણી હતી સાથે સાથે સોનગઢની ખૂબસૂરતી જોવા મળી હતી. સોનગઢ વચ્ચે પહાડ પર આવેલ કિલ્લાને દુર દુરથી જોઈ શકાય છે, ત્યારે વ્યારા સોનગઢ હાઇવે પરથી જતા કિલ્લાના દ્રશ્યો જોઈ લોકોમાં આનંદ છવાયો હતો. લોકોએ ઉકળાટથી રાહત અનુભવી છે. વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.