જગવિખ્યાત તરણેતરના મેળાની ધજા તૈયાર કરતો સુરેન્દ્રનગરનો સોલંકી પરીવાર - Tarnetar Mela 2024 - TARNETAR MELA 2024
🎬 Watch Now: Feature Video
Published : Sep 6, 2024, 11:09 AM IST
સુરેન્દ્રનગર : થાન તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વ પ્રખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનો છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત કરવામાં આવે છે. ઋષિ પાંચમની વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળીયાદના મહંત દ્વારા મહાદેવને 52 ગજની ધજા ચઢાવવામાં આવે છે.
આ ધજા વર્ષ 1990 થી સતત અત્યાર સુધી 34 મી ધજા સુરેન્દ્રનગરના બહુચર હોટલ પાસે રહેતા પેનોરામા ટેલર (તરણેતરની ધજા વાળા) તૈયાર કરે છે. ત્રણ પેઢીથી સુરેન્દ્રનગરના સોલંકી પરિવાર આ ધજા બનાવે છે. સતત 25 થી 30 દિવસ સુધી મહેનત કરીને 8-10 લોકોની ટીમ ધજા બનાવે છે. આ ધજામાં નંદી, ઓમ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય સહિતની વિવિધ ડિઝાઇન છે. આ વર્ષે કેસરી કાપડના ચંપાના ફૂલની ડિઝાઇનમાં વાદળી રંગમાં ઓમની ધજા તૈયાર કરવામાં આવી છે.