સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં આવેલ વાંસલ ડેમ ઓવરફ્લો, પૂરતુ પાણી મળશે તેવી આશાથી લોકો ખુશખુશાલ - Surendranagar News
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ઘણા લાંબા સમયથી વરસાદની લોકો રાહ જોઈ રહ્યા હતા ત્યારે મોડી રાત્રે જ વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલ મોડી રાત્રે તાલુકા તેમજ શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ચુડા તાલુકામાં 2 જ કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ પડતા ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. ચુડા તાલુકામાં તેમજ ઉપરવાસમાં વરસાદને લઈ થતા નીચાણ વાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ગોખરવાળા ભગુપુર સહિતના ગામોને તેમજ તંત્ર દ્વારા નદીના પટમાં કોઈપણ વ્યક્તિઓને અવરજવર ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આ ડેમ ઓવરફ્લો થતા આસપાસના અનેક ગામોને પીવાના પાણીની સમસ્યા તેમજ સિંચાઈના પાણીની સમસ્યા અલગ થતા ગ્રામજનો અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.