ધાંગધ્રામાં કેસરી ધ્વજ સાથે રૂપાલા સામે વિરોધ પ્રદર્શન, 10થી વધુ લોકોની અટકાયત - Protest again parsottam rupala - PROTEST AGAIN PARSOTTAM RUPALA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Apr 20, 2024, 10:57 PM IST

સુરેન્દ્રનગર:  હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા પરુષોત્તમ રૂપાલાના વિરોધને લઇ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લાના ધ્રાંગધ્રા શહેર તેમજ તાલુકાના ભાજપના મધ્યથ કાર્યલયનું ઉદ્ધાટન પ્રસંગે ક્ષત્રિય રાજપુત સમાજના ભાઈઓ દ્વારા કેસરી રંગના ધ્વજ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું,  જેમાં ભાજપના મધ્યસ્થ કાર્યલયના ઉદ્ધાટન સમયે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પહેલા આ કાર્યાલય ધાંગધ્રા સ્થિત દરિયાલાલની વાડી ખાતે કરવાનું હતું પરંતુ વિરોધને પગલે દરિયાલાલ મંદિર તરફથી ના પાડતા ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજની વાડી ખાતે કાર્યાલય ઉદ્ઘાટનનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા ઉદઘાટન સમયે જ બ્રાહ્મણની ભોજન શાળા ખાતે જઈ મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત લોકોએ ઉમેદવારની હાજરીમાં જ ભાજપ હાય-હાય તેમજ પરુષોત્તમ રૂપાલા હાય-હાયના નારા લગાવ્યા હતા અને કાળા વાવટાને બદલે કેસરિયા ધ્વજથી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધને પગલે સ્થાનિક પોલીસ દ્વારા 10 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત એક જ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઉમેદવારના પ્રચાર માટે ખાંભડા અને ધ્રુમઠ એમ બે ગામોમાં પણ સ્થળ બદલવા પડ્યા હતા અને હાલ તાલુકાનું મધ્યસ્થ કાર્યાલયનું સ્થળ પણ બદલવાની નોબત આવી હતી અને ત્યાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થતાં આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભાજપ માટે મોટું નુકસાન જાય તેવી શક્યતાઓ સ્પષ્ટ પણે દેખાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.