ફરી સોળે કળાએ ખીલી ઊઠેલા સુરતના એકમાત્ર દેવઘાટ ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા - Devghat waterfall - DEVGHAT WATERFALL
🎬 Watch Now: Feature Video
Published : Aug 23, 2024, 3:52 PM IST
સુરત: ઉમરપાડા તાલુકાના દીવતન ગામે આવેલ દેવઘાટ ધોધ વધુ એકવાર સોળે કળાએ ખીલી ઉઠતા ધોધના નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા છે.ધોધનો નજારો જોવા હાલ દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં હવામાન વિભાગે વધુ એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. જેંને લઇને આજરોજ સવારથી સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળા ડીબાંગ વાદળો ઘેરાયા છે અને વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને ધીમે ધીમે ફરી દેવઘાટ ધોધમાં નવા નીરની આવક થઈ રહી છે. દેવઘાટ ધોધમાં નવા નીરની આવક થતાં ધોધના નયનરમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યા છે. હાલ આ દેવઘાટ ધોધનો નજારો જોવા દૂર દૂરથી સહેલાણીઓ આવે છે અને પ્રકૃતિનો આનંદ માણે છે, ત્યારે હાલ દેવઘાટ ધોધના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.