ક્રાઈમ બ્રાન્ચના નામે વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં સુરત પોલીસે ગેંગને ઝડપી - honey trap case - HONEY TRAP CASE
🎬 Watch Now: Feature Video
Published : Sep 28, 2024, 7:41 PM IST
સુરત: ભટાર રોડ વિસ્તારના વૃદ્ધ વેપારીને હનીટ્રેપમાં ફસાવી પૈસા ખંખેરી લેનાર ટોળકીનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. આ ટોળકીએ બારડોલીના યુવાનને અમરોલીથી કામરેજ લઈ જઈ ક્રાઈમ બ્રાન્ચના નામે માર મારીને ગૂગલ પે દ્વારા રૂ. ૩૦,૦૦૦ પડાવી લીધા હતા. અમરોલી પોલીસના જણાવ્યા મુજબ બારડોલી રહેતા અને સચિનમાં કાપડની મિલમાં નોકરી કરતો સુનિલ (નામ બદલ્યું છે.) ૪ સપ્ટેમ્બરે હનીટ્રેપ ગોઠવીને તેમને લૂંટવામાં આવ્યા હતા. આ મામલે તેમને ક્રાઈમ બ્રાન્ચના નામે ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ગૂગલ પે દ્વારા શિવાની પટેલના એકાઉન્ટમાં રૂ. ૩૦,૫૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા. રાજુએ હું ક્રાઈમ બ્રાન્ચમાં છું, તું પોલીસ ફરિયાદ કરશે તો પોલીસ મારું કાંઈ બગાડી શકશે નહીં. થોડા સમય બાદ સુનિલે જે મોબાઇલ ફોન નંબર પર રકમ ટ્રાન્સફર કરી હતી, એ શિવાનીને મેસેજ કર્યો હતો તો સામેથી જવાબ મળ્યો હતો કે મેં તમારી પાસેથી કોઈ રકમ લીધી નથી, તમે મારી પાસેથી કઈ વસ્તુના નાણાં માંગો છો? હવે પછી મને ક્યારે પણ મેસેજ કરવા નહીં, નહીં તો અચ્છા નહીં હોગા. હાલ પોલીસે આ ઇસમોને ઝડપી લીધા અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.