જીજાએ રચ્યું સાળાની હત્યાનું કાવતરું, જાણો કેવી રીતે સુરત પોલીસે ગુનો બનતા પહેલા અટકાવ્યો - Surat Crime - SURAT CRIME
🎬 Watch Now: Feature Video


Published : Jun 22, 2024, 3:45 PM IST
સુરત : પોલીસ વિભાગે એક હત્યાનો બનાવ થતા પહેલા જ રોક્યો હોવાનો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ કાપોદ્રા વિસ્તારમાંથી એક ટેમ્પો ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન ટેમ્પો શંકાસ્પદ હાલતમાં રોડ પર ઉભેલો જોવા મળ્યો હતો. અહીં ઊભેલા બે ઈસમોની પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
મહારાષ્ટ્રના ઔરંગાબાદ વતની રવિન્દ્ર ઝરારે સુરતથી ઓરંગાબાદ ખાનગી લક્ઝરી બસ ચલાવતો હતો. રવિન્દ્રને તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો. જોકે પતિ-પત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં સમાધાનની વાત ચાલતી હતી. આ સમાધાન માટે રાજેન્દ્રનો સાળો મનોજ રાજી નહતો અને રાજેન્દ્રની પત્નીને સાસરીમાં મોકલતો નહતો. આ વાતની દાઝ રાખી તેમના એક મિત્ર સાથે મળી સાળાની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. જેથી સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક ટેમ્પાની ચોરી કરી અને મહારાષ્ટ્ર લઈ ગયા. આ ટેમ્પા દ્વારા તેના સાળાને અડફેટે લઈ હત્યા કરી નાખવાનું કાવતરું રચ્યું હતું, જોકે બાદમાં આ ટેમ્પો લઈ સુરત આવી ગયા હતા. સુરતમાં કોઈપણ જગ્યાએ આ ટેમ્પો વેચી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. ટેમ્પો વહેંચે તે પહેલા જ પોલીસે આ બંનેને ટેમ્પા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે રવિન્દ્રશંકર ઝરારે અને તેમના મિત્ર ભાવેશ ભીખા લાઠીયા બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.