ઓલપાડ તાલુકાના કુડસદ ગામે જીઆઈડીસીમાં ઘૂંટણસમા પાણી ભરાયા - Surat News - SURAT NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jul 22, 2024, 8:24 PM IST
સુરતઃ જિલ્લામાં વરસી રહેલ સતત વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. તંત્ર દ્વારા યોગ્ય પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં ન આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓલપાડ તાલુકાના કુડસદ ગામે જીઆઈડીસીના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. જીઆઈડીસીની ડ્રેનેજ લાઈન બ્લોક થઈ જતાં આ વરસાદી પાણીનો ભરાવો થયો હતો. લોકો વરસાદી પાણી અને ગટરના પાણીમાં ચાલવા મજબૂર બન્યા હતા. જીઆઈડીસીના રસ્તા પર આવેલ દુકાનોમાં પણ પાણી ભરાઈ જતાં દુકાનો બંધ કરવી પડી હતી. દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 4-5 કલાકથી જીઆઈડીસીના મુખ્ય રસ્તા પર પાણી ભરાયાં છે છતાં તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હજૂ આ વિસ્તારમાં રાહત કામગીરી માટે ફરક્યા નથી.