ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગરનું મબલખ ઉત્પાદન, ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ - Surat News

By ETV Bharat Gujarati Team

Published : Jun 8, 2024, 9:17 PM IST

thumbnail
ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગરનું મબલખ ઉત્પાદન (Etv Bharat Gujarat)

સુરતઃ ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગર પાકમાં મબલખ ઉત્પાદન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગર ઉત્પાદનમાં અગાવના વર્ષ કરતાં 15 થી 20 ટકાનો વધારો નોંધાતા તાલુકાના વિવધ મંડળીના સેન્ટરો પર 12 લાખ કરતા વધુ ગુણી આવક થતા ઓલપાડ તાલુકાના મંડળીના ગોડાઉન ઉભરાઈ ગયા હતા. અદાજે 50 હજાર વિઘા જમીનમાં ડાંગરની રોપણી કરવામાં આવતી હોય છે, અને આ ખેડુતોએ કાંકરાપાર જમણાકાંઠાની નહેર ઉપર નિર્ભર રહી ખેતી કરાતી હોવાથી જેને પગલે સિંચાઇ વિભાગે 25 જાન્યુઆરીથી 15 મે સુધી સતત કાંકરાપાર જમણા કાંઠાની નહેરમાં 111 દિવસ સુધી પિયત માટેનું પાણી ચાલુ રાખવામાં આવ્યું હતુ. જેથી ખેડુતોને ઉનાળુ ડાંગરમાં સારૂ ઉત્પાદન થતા ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓના ગોડાઉન ડાંગરની ગુણીથી ઉભરાઇ ગયા છે. તાલુકાની સહકારી મંડળી ઓલપાડ,જહાંગીરપુરા,સાયણ દાળિયા મંડળી,પાલ કોટન, જીણોદ,પારડી ઝાંખરી,બરબોધન સહિતની મંડળીઓમાં 12 લાખથી વધુ ગુણીની આવક થઈ છે. જે ગયા વર્ષ કરતા 2 લાખ જેટલી વધારે છે. ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતોને ભાવ પણ ગયા વર્ષ કરતા ભાવ વધુ મળવાના છે. તાલુકામાં ખેડૂતો માટે સરેરાશ 180 કરોડથી વધુની આવક થવાની છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.