સુરતના ધામડોદ ગામે પોલીસે કોલસા ચોરી ઝડપી લીધી, 3 વોન્ટેડ જાહેર કરાયા - Surat News - SURAT NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jun 17, 2024, 3:55 PM IST
સુરતઃ માંગરોળના ધામરોડ ગામની હદમાં મુંબઈ થી અમદાવાદ તરફ જતા ને.હા.નં-48 પર આવેલ મહાદેવ હોટલ પાછળ જલાભાઈ ભરવાડની જગ્યામાં હિરેનભાઈ વડોદરીયા અને જયેશભાઈ મીર સાથે મળીને ઔદ્યોગીક એકમોમાં સપલાય કરવામાં આવતા ઈન્ડોનેશીયાથી આયાત કરવામાં આવતો કોલસાનો જથ્થો ભરીને નેશનલ હાઇવે પરથી પસાર થતા ટ્રકનાં ડ્રાઈવરો સાથે મળી ટ્રકમાંથી કોલસાનાં જથ્થાની ચોરી કરે છે. હાલ ચોરી કરેલ કોલસાનો જથ્થો જગ્યા પર હોવાની કોસંબા પોલીસને બાતમી મળી હતી. કોસંબા પીઆઈ એમ.કે.સ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ઉપરોકત બાતમી વર્ણન અનુસાર સ્થળ ઉપર જઈ છાપો મારી સ્થળેથી પોલીસે 1 લાખ 2 હજાર 925 કિંમતનો 20,585 કિ.ગ્રા. ઈન્ડો. કોલસો, 04 લાખ કિંમતનુ ટ્રેક્ટર મળી પોલીસે કુલ 05 લાખ 02 હજાર 925 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ગુનો નોંધી જલાભાઈ ધુબાભાઈ ભરવાડ, હિરેનભાઈ વડોદરીયા, જયેશ રાજુભાઈ મીરને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.