માંડવીના ગાંગપુર ગામના 2 વ્યક્તિઓ ડેમના હેઠવાસના પાણીમાં તણાયા, એક મૃતદેહ મળ્યો - Surat News - SURAT NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jul 25, 2024, 7:36 PM IST
સુરત: જિલ્લાના માંડવી તાલુકાના ગાંગપુર હરસિધ્ધી માતાના મંદિર પાસે મોરણખાડી પર ડેમ આવેલ છે. આ ડેમના હેઠવાસના પાણીના વહેણમાં ગતરોજ સાંજે પરેશભાઈ માધુભાઈ ચૌધરી ઉ.વ.42 તથા અજીતભાઈ વનસીભાઈ ચૌધરી ઉ.વ.52 માછલી પકડવા ગયેલા હતા. ઉપરોક્ત બન્ને વ્યક્તિ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. જેમાંથી શોધખોળ કરતા પરેશભાઈ માધુભાઈ ચૌધરીનો મૃતદેહ મળી આવ્યો છે. જયારે અજીતભાઈ વનસીભાઇ ચૌધરીની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું માંડવી તાલુકાના મામલતદાર ઓફિસથી જાણવા મળ્યું છે. માંડવી તાલુકાના ગાંગપુર હરસિધ્ધી માતાના મંદિર પાસે મોરણખાડી પર ડેમ આવેલ છે. આ ડેમના હેઠવાસના પાણીના વહેણમાં ગતરોજ સાંજે પરેશભાઈ માધુભાઈ ચૌધરી ઉ.વ.42 તથા અજીતભાઈ વનસીભાઈ ચૌધરી ઉ.વ.52 માછલી પકડવા ગયેલા હતા. ઉપરોક્ત બન્ને વ્યક્તિ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. જેમાંથી શોધખોળ કરતા પરેશભાઈ માધુભાઈ ચૌધરીનો મૃતદેહ મળી આવ્યો છે.