કામરેજના પાર્થ વોટર ફોલમાં પ્રવાસીઓનો ધસારો, આકરા તાપમાં રાહત આપતું સ્થળ - Surat News - SURAT NEWS
🎬 Watch Now: Feature Video
Published : May 25, 2024, 4:42 PM IST
સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે. ગરમીના કારણે લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદી, તળાવ, નહેરોમાં સ્નાન કરી રહ્યા છે. બીજી તરફ વોટર પાર્ક અને પ્રાઈવેટ ફાર્મ હાઉસો પણ હાઉસફુલ થઈ રહ્યા છે. કામરેજ તાલુકાના બોધાન ગામ પાસે આવેલા પાર્થ વોટર ફોલમાં પણ ગરમીને લઈ ભારે ભીડ જોવા મળી રહી છે. પાર્થ વોટર ફોલ એક કુદરતી ખાડી છે. જોકે ખાડી વચ્ચે આવતા પથ્થરોને લીધે પાણીનો પ્રવાહ કુદરતી ઝરણાંનું સ્વરૂપ ધારણ કરે છે. આ ઝરણું પાર્થ વોટર ફોલમાંથી તાપી નદીમાં ભળી જાય છે. આખા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં લોકો ગરમીથી રાહત મેળવવા અહીં આવી રહ્યા છે. પાર્થ વોટર ફોલના મુલાકાતી નીતાબેને જણાવ્યું હતું કે, હાલ જે પ્રકારે ગરમી પડી રહી છે જેના કારણે ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. એક બાજુ વેકેશન ચાલે છે. જેથી બાળકો ઘરમાં કંટાળી ગયા છે. અમે આ સ્થળે બાળકોને લાવ્યા છીએ. અહીં સારુ વાતાવરણ હોવાથી ખૂબ જ મજા આવે છે.