લ્યો ! સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ માણતા સુરત મનપાના અધિકારીઓ રંગેહાથ ઝડપાયા - SMC officer drunk - SMC OFFICER DRUNK
🎬 Watch Now: Feature Video
Published : Jun 22, 2024, 4:31 PM IST
સુરત : સરકારી જગ્યાનો ઉપયોગ દારૂની મહેફીલ માણવા થતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ શહેરના કતારગામ, સિંગણપોરમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેનો એક જાગૃત નાગરિકે વીડિયો બનાવ્યો હતો. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, અધિકારીઓ સ્વિમિંગ પૂલમાં દારૂ પી રહ્યા હતા. આ અંગે વોર્ડ નંબર 7 ના સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવેને જાણ કરતાં તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જેમાં પંકજ ગાંધી, તેજસ ખલાસી, પીનેસ સારંગ, અજય સેલર અને સજય ભગવાકરનો સમાવેશ થાય છે. કોર્પોરેટર નરેન્દ્ર પાંડવેએ જણાવ્યું કે, મને સાંજે 8:22 વાગ્યે ફોન આવ્યો કે, અધિકારીઓ દારૂની મહેફિલ કરી રહ્યા છે. તેથી હું તરત જ સ્થળ પર પહોંચ્યો જ્યાં મેં બે લોકોને ગેટ પરથી કૂદતા જોયા.